Abtak Media Google News

ગાય અને બકરીના દુધમાંથી બનાવવામાં આવતું હતુ ‘ચીઝ’ ઈજિપ્તના મકબરામાં સંગ્રહીત કરાયેલું ચીઝ મળી આવ્યું

બાળકો અને યુવાનો તેમજ દરેક ખાવાના શોખીન ‘ફૂડીઝ’ને ચીઝ અતિપ્રિય હોય છે. જો કે આ ચીઝનો ઈતિંહાસ પણ ખૂબજ રસપ્રદ છે. ફૂડીઝના મોઢામાં પાણી લાવતુ ચીઝ અત્યારની નહી પરંતુ ૩૨૦૦ વર્ષ પહેલાથી જ ખવાય છે. અને લોકોમાં પ્રિય છે. ૧૩મી સદીમાં ઈસ પૂર્વ દરમિયાન મિશ્રના મેમ્ફિસના મહાપૌર પટ્ટાટ્ટમ્સની કબરમાં ચીઝના અંશ મળી આવ્યા છે સંશોધન કર્તાઓએ ૩૨૦૦ વર્ષ પૂર્વે મિશ્રના મકબરામાં દુનિયાના સૌથી પ્રાચીન ચીઝની સાથે સાથે સંભવિત રૂપમાં ઘાતક બિમારીના લક્ષણો પણ મળી આવ્યા છે.

ઈટાલીના કેટેનિયા યુનિવર્સિટીના રાસાયણીક વૈજ્ઞાનિક અનરિકો ગ્રીકીનાં નેતૃત્વમાં સંશોધનકર્તાઓએ કહ્યું અગાઉ આ ચીઝ ૧૮૮૫માં મળ્યુ હતુ પરંતુ રેતીમાં ભળી ગયુંહતુ ત્યારબાદ ૨૦૧૦માં તેને ફરી શોધવામાં આવ્યું કેટલાક વર્ષ બાદ પુરાતત્વવિદોને સાઈટ ઉપર તુટેલી બરણીઓ મળી તેમાની એક બરણીમાં સફેદ વસ્તુ દેખાતી હતી સાથે જ કેનવાસના કપડા પણ મળ્યા જે આ બરણીને એરટાઈટ રાખે છે કે પછી તેમાં રહેલી સામગ્રીને વ્યવસ્થિત રીતે સંગ્રહીત કરે છે આ બરણીના નમૂનાને જયારે તોડવામાં આવ્યો ત્યારે તેમાંથી પ્રોટીનના ઘટકોને શુધ્ધ કરવામાં આવ્યા અને તેને તરલ ક્રોમૈટોગ્રાફી અને સ્પેકટ્રોમેટ્રી સાથે વિશ્ર્લેષણ કરવામાં આવ્યું આ ટેકનીક અને સંશોધનથી પેપ્ટાઈડ્સમાં દેખાયા કે નમૂના ગાયના દૂધ અને બકીના દૂધમાંથી બનાવવામાં આવેલી કોઈ ડેરી પ્રોડકટ છે.

કેનવાસ કપડાની વિશેષતાઓ જે સાબિત કરે છે કે આ તરલ પદાર્થ પ્રવાહીને જગ્યાએ સોલીડ છે અને ત્યારબાદ ફરી એક સંશોધન કરવામાં આવ્યું અને પછી નિષ્કર્ષ નિકળ્યું કે આ એક સોલીડ ચીઝ છે.

મહત્વનું છે કે ૩૨૦૦ વર્ષ પહેલા પણ જે ચીઝ ખવાતું હતુ તે પેસ્ટ્રીસાઈઝ ન હતુ મતલબ કે તે સ્વાસ્થ્ય વર્ધક ન હતુ કેમકે આ ચીઝની તપાસ કરતા સંશોધનકર્તાઓ ને જાણ થઈ કે આ ડેરી પ્રોડકટ માણસોમાં બિમારી ફેલાવવા માટે કારણ ભૂત છે. આ ચીઝમાં એવા કેટલાક અંશ મળી આવ્યા કે જે બિમારી દુધ આપતા પશુને થઈ હતી તે જ બિમારી આ ડેરીપ્રોડકટમાં મળી જેને કારણે ચીઝથી થતા રોગ તે સમયે ફેલાયા હોવાનું પ્રથમ દ્રષ્ટીએ ધ્યાનમાં આવે છે.

આમ ચીઝ એ માત્ર વર્તમાન સમયમાં જ બાળકો કે ટીનએજર્સની પ્રથમ પસંદગી નથી પરંતુ આજથી ૩૨૦૦ વર્ષ પહેલા પણ ચીઝની એટલી જ માંગ હશે જેટલી અત્યારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.