Abtak Media Google News
  • સતત બે મેચ હાર્યા બાદ દિલ્હી કેપિટલસે વાપસી કરી : ખલીલ અહેમદ અને મુકેશ કુમાર ઝળક્યા

વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલા ચેન્નઈ અને દિલ્હીના મેચમાં દિલ્હીનો 20 રને વિજય તો થયો પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ ના ધોનીએ લોકોના દિલ જીતી લીધા કારણ કે આ મેચમાં ધોનીએ છેલ્લી ઓવરમાં જે રમત અને બેટિંગ કરી તેને જોઈ લોકોને જુનો વિસ્ફોટક ધોની યાદ આવ્યો. જો ધોની એક કે બે ઓવર વહેલો આવ્યો હોત તો કદાચ મેચનું પરિણામ કંઈક અલગ હોત. ત્યારે દિલ્હી એ સો ટકા મેચ જીત્યો છે પરંતુ ધોનીએ લોકોનું દિલ જીતી લીધું.

ઋષભ પંતની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સએ મજબૂત પ્રદર્શન બતાવ્યું અને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માં જીતનું ખાતું ખોલ્યું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં દિલ્હીની આ પ્રથમ જીત છે. જ્યારે ચેન્નાઈની આ પહેલી હાર છે.આ મેચમાં દિલ્હીએ 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ટીમ માટે અજિંક્ય રહાણેએ સૌથી વધુ 45 રન અને ડેરેલ મિશેલે 34 રનની ઈનિંગ રમી હતી. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં પ્રથમ વખત બેટિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો.

ધોનીએ ચોક્કસપણે મેચમાં તેની કુશળતા બતાવી અને સ્ટાઈલમાં સિક્સર ફટકારી. પરંતુ તે 16 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. દિલ્હી ટીમ તરફથી મુકેશ કુમારે ૩ વિકેટ લીધી હતી. જ્યારે ખલીલ અહેમદે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ટીમ માટે ડેવિડ વોર્નરે સૌથી વધુ 35 બોલમાં 52 રન અને કેપ્ટન રિષભ પંતે 32 બોલમાં 51 રન ફટકાર્યા હતા. કાર અકસ્માત બાદ રિષભ પંતની આ પ્રથમ ફિફ્ટી છે.

આ સિવાય પૃથ્વી શૉ જે આ સિઝનમાં પોતાની પ્રથમ આઇપીએલ મેચ રમી રહ્યો છે તેણે 43 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ ચેન્નાઈની ટીમ તરફથી ફાસ્ટ બોલર મતિશા પથિરાનાએ 3 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા અને મુસ્તાફિઝુર રહેમાનને 1-1 સફળતા મળી હતી.

જ્યારે કેપ્ટન ઋષભ પંત અને ડેવિડ વોર્નરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સારી બેટિંગ કરી હતી, તો ખલીલ અહેમદ અને મુકેશ કુમારે બોલિંગમાં સમાન અજાયબીઓ કરી હતી. ખલીલે દિલ્હી કેપિટલ્સને પ્રારંભિક સફળતા અપાવી હતી અને મુકેશ કુમારે અંતે આવીને વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.