Abtak Media Google News

જયદેવ ઉનડકટના તરખાટ બાદ ઓપનર હાર્વિક દેસાઇની આક્રમક સદી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી દિલ્હી સામેની રણજી ટ્રોફીની ચાર દિવસીય મેચમાં પ્રથમ દિવસે જ યજમાન સૌરાષ્ટ્રે મેચ પર મજબૂત પકડ મેળવી લીધી છે. પ્રથમ દિવસે સૌરાષ્ટ્રે 51 રનની લીડ હાંસલ કરી લીધી છે.

મેચના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીના ઇતિહાસમાં નવો વિશ્ર્વ વિક્રમ સર્જતા મેચની પ્રથમ ઓવરમાં જ હેટ્રીક ઝડપી હતી. મેચમાં કુલ આઠ વિકેટો ઝડપતા દિલ્હીની ટીમ માત્ર 133 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ દિવસે 46 ઓવરના અંતે એક વિકેટના ભોગે 184 રન બનાવી લીધા છે. ઓપનર હાર્વિક દેસાઇ 104 રન અને ચિરાગ જાનીએ 44 રન બનાવી રમતમાં છે. સૌરાષ્ટ્રે પ્રથમ દિવસે જ 51 રનની લીડ મેળવી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.