Abtak Media Google News

અબતક, રાજકોટ

સમગ્ર ભારતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે એટલું જ નહીં લોકો ને જાગૃતતા નો અભાવ પણ ફ્રોડ થવામાં મુખ્ય કારણ સાબિત થઇ રહ્યું છે. લોગો જાગૃતતા નહીં દાખવનાર આવે તો આવનારા સમયમાં પણ આ પ્રકારનાં સાયબર ગુનાનું પ્રમાણ વધી શકશે. આંકડાકીય માહિતી અનુસાર રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં સાઇબર ક્રાઈમ અંગેની 1422 અરજીઓ સામે 70 ટકા જેટલા કેસો નું ડિટેકશન કરવામાં આવેલું છે. રાજકોટ સાયબર પોલીસના જણાવ્યા મુજબ હાલ જે પ્રકારના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં સૌથી મોટું કારણ એ છે કે લોકોની જે જાગૃતતા હોવી જોઈએ તે સહેજ પણ જોવા મળતી નથી અને નજીવી લાલચમાં તેઓ પોતાના નાણાં પણ ગુમાવી દેતાં હોય છે એટલું જ નહીં જે સમયગાળા દરમિયાન ફરિયાદ નોંધાવી જોઈએ તેમાં પણ તેઓ ભોળા હતા ઘણા પ્રશ્નો ઉદભવીત થઈ રહ્યા છે.

ગુજસીટોક સહિત અનેક કલમ હેઠળ આરોપીઓને જેલવાસ
સહિત સજાની જોગવાઈ: લોકોની જાગૃત હોવી અનિવાર્ય

નાણાકીય ફ્રોડ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, તો સમજ્યા વગર કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેતા હોય છે અને તેનો ઓટીપી શેર કરતા હોય છે જેથી રોડ આચરનાર આરોપીઓ તે તમામ દસ્તાવેજો અને તેમના ખાતા ઉપર કંટ્રોલ મેળવી છે. વધુમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે કોઈ પણ બેંકે નાણાકીય સંસ્થા ફોન અથવા મેસેજ મારફતે કોઈ દિવસ ગ્રાહકોને પોતાના કેવાયસી અપડેટ કરવા માટે કોલ કે મેસેજ નથી કરતા હોતા જેનું જ્યાં દરેક ગ્રાહકોએ રાખવું જોઈએ. બીજી તરફ સોશિયલ મીડિયા ફ્રોડનું પણ પ્રમાણ વધી રહ્યું છે. હાલ હવે સાઇબર ફ્રોડ આચરતાં આરોપીઓ આર્મી ના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે એટલું જ નહીં ફેક આઇડીની સાથે ફેક ફોટો પણ મૂકી લુભાવનારી જાહેરાતો કરી લોકોની સાથે ફ્રોડ કરતા નજરે પડી રહ્યા છે.

કોઈ દિવસ કોઈ બેન્ક ગ્રાહકોના કેવાઈસી અપડેટ કરવા માટે ફોન કે મેસેજ નથી કરતા,
જેનું ગ્રાહકોએ ધ્યાન રાખવું જરૂરી

એટલું જ નહીં દરેક લોકોએ વોટ્સએપ કોલ મારફતે કોઈ મહિલાનો ફોન આવે તેને ફોન પણ રિસીવ ન કરવો જો આ કરવામાં આવે તો લોકોએ ફ્રોડનું ભોગ બનવું પડે છે. બીજી તરફ હાલ ઓન લાઈન મારફતે સરળતાથી લોન મળી રહે તે માટે ગ્રાહકો વધુને વધુ આ પ્રકારની ઓનલાઇન એપ્લીકેશન નો ઉપયોગ કરતા હોય છે એટલું જ નહીં તેઓને ખૂબ સરળતાથી લોન પણ આપી દેવામાં આવે છે ત્યારબાદ જે તે એપ્લિકેશન અથવા તો ઓનલાઇન લોન આપતી વેબસાઈટ ગ્રાહકોના દરેક કોન્ટેક્ટ મેળવી લીધા બાદ તેને બ્લેકમેલ પણ કરે છે અને તેમ છતાં જો તેઓ રૂપિયા પરત ન કરે તો તેમના ફોટા ને એડિટ કરી તેના ન્યૂડ ફોટો અને વાઇરલ કરી દેતા હોય છે અને તેઓની બેઇજ્જતી પણ કરતા નજરે પડે છે. ત્યારે આ પ્રકારની કોઇપણ ઘટના ગ્રાહકો સાથે ન ઘટે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

સાઇબર ગુનાઓ આચરતા આરોપીઓ ને કારાવાસ સહિતની સજા ભોગવવી પડે છે

સાયબર ગુનાઓ આચરતા લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે તેઓએ આ સાયબર ગુના હેઠળ તેઓએ પ્રજાની સાથે દંડ પણ ભોગવવો પડે છે. સાયબર ગુના આચરતા ગુનેગારોને આજીવન કેદની સજા, ગુજસીટોક હેઠળ પાંચ વર્ષની સજા અને દંડ, એટલુંજ નહીં જીપીઆઈડી હેઠળ 6 વર્ષથી વધુની કેદ અને દંડની સજા ભોગવવી પડે છે.

 

સાઇબર ગુનાથી બચવા લોકોએ ક્યાં પ્રકારની તકેદારી રાખવી જરૂરી

 

  • – એની ડેસ્ક નામની એપ્લિકેશન લોકોએ ડાઉનલોડ ન કરવી જોઈએ
  • – કોઈ પણ ભોગે અજાણી વ્યક્તિને ઓટીપી આપવો ન જોઈએ
  • – આર્મીના નામે કોઈ પણ ફોન કે મેસેજ આવે તો તેનો જવાબ ન આપવો
  • – અજાણી મહિલાના વહાટ્સએપ કોલ કોઈ સમયે રિસીવ ન કરવો જોઈએ
  • – કોઈ દિવસ ઓનલાઈન લોન માટેની અરજી ન કરવી
  • – કોઈ દિવસ બેન્ક કેવાઇસી અપડેટ માટે ગ્રાહકોને કોલ કે મેસેજ નથી કરતા
  • – વિદેશ અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓએ ઓનલાઈન કોઈ સંસ્થા સાથે જોડાવું ન જોઈએ
  • – ગુગલ ઉપરથી કંપનીના 70 થી 80 ટકા ટોલફ્રી નંબર ખોટા હોઈ છે, જેની લોકોએ નોંધ લેવી

સરકાર દ્વારા નક્કી કરાયેલા ટોલ ફ્રી નંબર ઉપર ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકે છે

લોકોની જાગૃતતાની સાથે જો જે ગ્રાહકો સાઇબર ફ્રોડનો શિકાર બન્યા હોય તેઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલા ટોલ ફ્રી નંબર જેવા કે,  155260 અને 100 (આસવત) ઉપર ગણતરીની મિનિટોમાં જ ફરિયાદ નોંધાવી જોઈએ જેથી નાણાકીય રોડ થકી તેઓ બચી શકે છે અને તેમના નાણાંનો વ્યય થતો નથી. બીજી તરફ સાયબર ગુનાનો ભોગ બનનાર આ લોકોને સહેજ પણ જાગૃતતા નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.