Abtak Media Google News

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

Advertisement

સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.

જોકે 5 દિવસ બાદ ફરીથી વરસાદ સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અને ત્યાર બાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.