Abtak Media Google News

વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની પણ ઉપસ્થિત : અર્બન ફોરેસ્ટને ૨૧૮૦૦ વૃક્ષો વાવીને લીલુછમ બનાવાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજરોજ જન્મદિવસ છે ત્યારે તેઓએ આજના દિવસની શરૂઆત પ્રથમ મંદિરમાં દર્શન કરી ત્યારબાદ વૃક્ષારોપણથી કરી હતી. મુખ્યમંત્રીએ આજી ડેમ સાઈટ ખાતે અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવાની પણ પ્રેરણાદાયી ઉપસ્થિત રહી હતી. ઉલ્લેખનીય છે કે, અર્બન ફોરેસ્ટને ૨૧૮૦૦  વૃક્ષો વાવીને લીલુછમ બનાવવામાં આવનાર છે.

Chief-Minister-Inaugurates-Intensive-Plantation-In-Urban-Forest-In-Rajkot
chief-minister-inaugurates-intensive-plantation-in-urban-forest-in-rajkot

રાજકોટ મહાપાલિકા અને વન વિભાગ દ્વારા આજી ડેમ સાઈટ ખાતે અર્બન ફોરેસ્ટમાં આજે ધનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયો હતો. આજ સવારે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના પત્ની અંજલીબેન રૂપાણી સાથે વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.  શાળાના વિધ્યાર્થીઓએ અવશ્યક વૃક્ષનું વાવેતર કરીને જતન કરી પર્યાવરણને બચાવવાના સંકલ્પ લીધા હતા.

Chief-Minister-Inaugurates-Intensive-Plantation-In-Urban-Forest-In-Rajkot
chief-minister-inaugurates-intensive-plantation-in-urban-forest-in-rajkot

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રી ગણપતભાઈ વસાવાએ સંબોધન પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ વર્તુળ વન રક્ષક ટી.ડી.વસાવડા, ભિખાભાઈ વસોયા, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી,  દલસુખભાઈ જાગાણી, સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાગ અને બગીચા અને ઝુ કમીટીના ચેરમેન વિજયાબેન વાછાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

Chief-Minister-Inaugurates-Intensive-Plantation-In-Urban-Forest-In-Rajkot
chief-minister-inaugurates-intensive-plantation-in-urban-forest-in-rajkot

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.