Abtak Media Google News

૧૭૫ વડીલો વૃદ્ધાશ્રમમાં સ્નેહાશ્રય: ૨ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન

૨ જી ઓગષ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે શહેરમાં નવ નિર્માણ પામી રહેલા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સદભાવના વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવામાં આવશે. નિરાધાર-નિ:સહાય અને બિમાર વૃદ્ધોને ખાવા-પીવાની સહાય સાથે મેડિકલ સહાયો પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વૃદ્ધાઓ અને દાતાઓને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવશે.

વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ તુટતા જતા ઘણા વડિલો નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૪ વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃદ્ધોને, નિયમાનુસાર અને સંસની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.

આ વૃદ્ધાશ્રમમાં હાલ ૧૭૫ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યાં છે. સાવ પારીવશ વડિલો, જીવન વ્યતિત કરતા વડીલો માટે સદભાવના વૃદ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

સાવ પારીવશ વડિલોને પણ સદભાવના વૃદ્ધાશ્રમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોય સમગ્ર ગુજરાતભરમાં નિરાધાર વડિલો સદભાવના વૃદ્ધાશ્રમમાં પ્રવેશ લઈ રહ્યાં છે. કમનસીબે, કળીયુગની આ વધતી જતી જરૂરીયાતને પહોંચી વળવા સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનનું નિર્માણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩માં જન્મદિવસે પીપળીયા ભવનમાં ગૃહ પ્રવેશ અને જગ્યા અને રૂમનાં દાતાઓનું સન્માન કરવામાં આવશે. છેલ્લા ચાર વર્ષી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જરૂરીયાતમંદ વૃદ્ધોને રહેવા જમવા અને સારવાર જેવી હુંફ મળી રહે તેવા હેતુી શીતલ પાર્ક, બસ સ્ટેન્ડ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મકાન ભાડે રાખીને વૃદ્ધાશ્રમ ચાલુ કર્યું હતું. અરસામાં પીપળીયા હોલ વાળા સ્વ.મોહનભાઈ પીપળીયાના કુટુંબીજનો વૃદ્ધાશ્રમે આવતા તેને પોતાની હાર્દ સમા વિસ્તારમાં ગોંડલ રોડ સ્વામીનારાયણ આંખની હોસ્પિટલ સામે જગ્યા સદભાવના વૃદ્ધાશ્રમને દાનમાં આપવામાં આવી અને તેમાં ૫૦થી વધુ દાતાઓના સહયોગી ૩ માળના બિલ્ડીંગમાં અદ્યતન વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે. જેમાં ભોજનાલય, લાયબ્રેરી, ગાર્ડન વગેરે છે. જેના લોકાર્પણ માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩માં જન્મદિવસે વૃદ્ધોને ભોજન કરાવી શાલ ઓઢાડી સન્માન કરી લોકાર્પણ થશે અને સદભાવના વૃદ્ધાશ્રમમાં આર્થિક અને શ્રમિક જેનું યોગદાન છે તેવા દાતાઓનું સન્માન કરવામાં આવશે.

જરૂરીયાતમંદ વૃદ્ધોની સાર સંભાળ રાખવા વૃદ્ધાશ્રમમાં રાખી બીમારી હોય તો પણ તેની સારામાં સારી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને નવા કપડા, જમવા સો બે ટાઈમ ફ્રુટ દર અઠવાડીયે રૂા.૧૦૦ એટલે માસિક રૂા.૪૦૦ આપવામાં આવે છે.

સમાજનાં ખૂબ જ ઉપયોગી હોય તેવા વૃદ્ધોને ઉછેરવા ખૂબ જ જરૂરી હોય ત્યારે વૃક્ષોને રક્ષણ આપવા માટે તેને કાંટાળી વાળ કે પીંજરાની ખૂબજ જરૂર હોય તેવા સંજોગોમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૫ થી ૧૦ ફૂટના વૃક્ષો અને ૬ ફૂટનું લોખંડના પીંજરા સો માત્ર ૨૫૦ રૂપિયાના ટોકન દરે લોકોને આપવામાં આવે છે.

માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃદ્ધાશ્રમ) દ્વારા પડધરી તાલુકાના રોડની બન્ને સાઈડમાં અને ખરાબાની જગ્યામાં છેલ્લા ૫ વર્ષથી વૃક્ષારોપણ કરી ૧૭૫ થી વધઉ લોકો વૃક્ષારોપણ અને તેની માવજત કરવા માટે રાખેલ છે તો ૫ થી ૧૦ ફૂટના ૨,૮૪,૦૦૦ વૃક્ષોનું વાવેતર સો ઉછેર કરવામાં આવે છે. દરેક ડીવાઈડરમાં પીંજરા સાથે વૃક્ષ વાવીને પાણી પાઈને ૩ વર્ષ સુધી મોટા કરી માવજત કરવામાં આવશે. માનવ સેવા ટ્રસ્ટના (સદભાવના) વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાનું આજીડેમ ખાતેના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ સો માવજત માટે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાને અતિ પ્રતિષ્ઠીત “વનપંડિત એવોર્ડ તા.૩ ઓગષ્ટના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.