Abtak Media Google News

નિરીક્ષણ હેઠળના તમામ સિંહોનું એક જ સ્થળેથી મોનિટરિંગ થશે,ડિજિટલ વાયરલેસથી ગીરમાં ફરજ બજાવતા તમામ વન કર્મચારીઓનું લોકેશન જાણી શકાશે

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ અને વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથેના ગીર હાઇટેક મોનીટરીંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતની શાન એવા સિંહોના સંરક્ષણ અને સવર્ધન સંરક્ષણ માટે ઊંચામાં ઊંચી હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણ અને વન્યપ્રાણીની જાળવણીની દિશામાં રાજ્ય સરકારે નવા સીમાચિન્હ સ્થાપિત કર્યા છે.

સાસણમાં આ એક   એવું સેન્ટર છે કે જ્યાંથી ગીર અને આસપાસના જંગલ વિસ્તારમાં નિરીક્ષણ હેઠળ મૂકેલા તમામ સિંહોનું એક જ સ્થળેથી મોનિટરિંગ થશે તેની તમામ એક્ટિવિટી અને વર્તનનો અભ્યાસ કરી શકાશે અને આખી થીમ સિંહના સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરશે.

Chief-Minister-Opens-Gir-High-Tech-Monitoring-Center-With-World-Class-Technology-In-Sasanagar
chief-minister-opens-gir-high-tech-monitoring-center-with-world-class-technology-in-sasanagar

ગીરમાં સિંહ દર્શન માટે દરરોજ અંદાજે ૧૫૦ જેટલી જિપ્સી ટ્રેક પર જાય છે. આ તમામ જીપ્સીને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરી તેનું મોનિટરિંગ આ સેન્ટર ખાતેથી થશે. એક પણ જીપ્સી નિયત રૂટ સિવાય અન્યત્ર જશે તો તુરત જ તેનું મોનિટરિંગ થશે અને પ્રવાસીઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લઈ શકાશે.

રાજ્ય સરકારે ગીરમાં સિંહ સંવર્ધન માટે ડિજિટલ વાયરલેસ સિસ્ટમને મંજૂરી આપી છે અને આજે ડિજિટલ વાયરલેસ સિસ્ટમનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. આખી સિસ્ટમ એ રીતે ગોઠવવામાં આવી છે કે કવરેજ બહાર કોઇ કર્મચારી હોય અને કવરેજમાં આવશે કે તુરત જ એમને કામગીરીનો દિશાનિર્દેશ પણ સ્થળ પર જ મળી જશે.

વન વિભાગમાં ૧૦૦૦ જેટલા ટેબ્લેટ પણ કર્મચારીઓને આપવાનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે. આજે પ્રતિકાત્મક રીતે કર્મચારીઓને ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

Chief-Minister-Opens-Gir-High-Tech-Monitoring-Center-With-World-Class-Technology-In-Sasanagar
chief-minister-opens-gir-high-tech-monitoring-center-with-world-class-technology-in-sasanagar

ગીરના  ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને તેનું કનેક્શન હાઇટેક મોનીટરીંગ સેન્ટરમાં કોડલેસ સિસ્ટમથી આપવામાં આવ્યું છે. જેને લીધે ગીરમાં પ્રવેશતા લોકોની ગતિવિધિ જાણી શકાશે અને કોઈ અનઅધિકૃત પ્રવૃત્તિ પર તુરત જ નિયંત્રણ મૂકી શકાશે અને આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવશે.

સિંહ સંવર્ધન અને ગીરના  જંગલની જાળવણી માટે  સરકાર કટિબદ્ધ:સી.એમ.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાસણગીર ખાતે સિંહની સારવાર માટે ખાસ અદ્યતન સુવિધા સાથે નિર્માણ કરાયેલી લાયન એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી સિંહ સારવાર માટે સમર્પિત કરી હતી.  તેમણે સાસણ સિંહસદન નજીક આવેલા વન્યપ્રાણી સારવાર માટેના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર લઇ રહેલા વન્ય પ્રાણીઓ વિશેની વિગતથી વાકેફ થઇ વન્યપ્રાણીઓને અદ્યતન સારવાર મળી રહે તે માટે ઉપલબ્ધ સુવિધાની પણ જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીએ લેબોરેટરી સુવિધા, રેસ્ક્યુ ઓપરેશન વખત વપરાતા વિવિધ અદ્યતન સાધનો અને અન્ય સ્ટાફ સહિતની તમામ વિગતો જાણી સાસણમાં સિંહ સંવર્ધન માટે ઉભી કરાયેલી વ્યવસ્થા અંગે વન અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

Chief-Minister-Opens-Gir-High-Tech-Monitoring-Center-With-World-Class-Technology-In-Sasanagar
chief-minister-opens-gir-high-tech-monitoring-center-with-world-class-technology-in-sasanagar

સિંહ એ ગુજરાતની આગવી ઓળખ જુનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહસદનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વન મંત્રી ગણપતભાઇ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સિંહ એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે અને ગુજરાત પ્રવાસન પ્રવૃત્તિમાં પણ સિંહ અને સાસણ ગીર અભયારણ્યનું મહત્વ છે.

ત્યારે દેશ – વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પર્યટકો વધુમાં વધુ સિંહ દર્શન કરી શકે તે માટે દેવળીયા પાર્ક અને આંબરડીમાં યોગ્ય વ્યવસ્થા વન વિભાગ ઉભી કરે.તેમણે આંબરડીમાં સિંહ દર્શન માટે પર્યટકોની સુવિધા માટે જરૂરી વાનની વ્યવસ્થા કરવા પણ સુચન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.