Abtak Media Google News

આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં એનએસઆઈસી ગ્રાઉન્ડ પર ૪થા રાષ્ટ્રીય લઘુ ઉધોગ ભારતી મેળાનો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે ઉદઘાટન દ્વારા ભવ્ય શુભારંભ થયો છે. આ મેળો આવતીકાલ સુધી યોજાનાર છે. સૌરાષ્ટ્રમાં યોજાઈ રહેલા સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાના ઉધોગ મેળાના સ્ટોલની મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ મુલાકાત લીધી હતી. દરેક ક્ષેત્રે એલઈડી લાઈટીંગ હવે ખુબ જ સ્વીકૃત બનતું જાય છે. રાજકોટના શાપરની રેગોર એલઈડીની વિવિધ એલઈડી લાઈટીંગ પ્રોડકટસ જેવી કે સ્પોટ લાઈટ્સ, ફલડ લાઈટ્સ, સ્ટ્રીટ લાઈટ્સ, ટયુબ લાઈટ્સ, પીએલ લાઈટ્સ, હાઈ-બે લાઈટ્સ ઈન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટીક સ્તરે ખૂબ જ ઝડપથી વિખ્યાત અને લોકપ્રિય બની છે. રેગોર એલઈડીના નિર્માતા એકયુલાઈટ ડિવાઈસીસ દ્વારા રાષ્ટ્રીય લઘુઉધોગ મેળામાં હોલ નં.૧માં સ્ટોલ પર આકર્ષક પ્રોડકટ ડીસ્પ્લે રાખવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રેગોર એલઈડીના સ્ટોલની મુલાકાત લીધી હતી તેઓના વરદ હસ્તે રેગોર એલઈડીનું બ્રાન્ડ લોચિંગ કરવામાં આવ્યું હતું. તેઓ રેગોર એલઈડી લાઈટીંગ પ્રોડકટ્સની કાર્યક્ષમતા, વિશાળ રેન્જ અને પરફોર્મન્સથી પ્રભાવિત થયા હતા.

Advertisement

કંપનીના ડીરેકટર્સ શૈલેષભાઈ પાનસુરીયા, જીજ્ઞેશભાઈ ઠુંમર અને ચિરાગભાઈ જોબનપુત્રાએ મુખ્યમંત્રીને રેગોર એલઈડીના આકર્ષક કોર્પોરેટ બ્રોશરની કોપી અર્પણ કરી હતી. કંપનીના આ સંચાલકો તથા તેની કાર્યદક્ષ ટીમ સતત પરીશ્રમ, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઈનોવેશન દ્વારા રેગોર એલઈડીને અગ્રણી બ્રાન્ડ બનાવવામાં ફાળો આપી રહ્યા છે. તે બદલ મુખ્યમંબીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. રેગોરની એલઈટી લાઈટીંગ પ્રોડકટસ ઈકોનોમીકલ, એફીશીયન્ટ અને ઈકો-ફ્રેન્ડલી છે. જે ઓછી એનર્જીનો વપરાશ કરી લાંબા સમય સુધી ચાલે છે અને લાઈટ બીલમાં ૭૦ ટકા જેટલી બચત કરાવી આપે છે. તેમજ પર્યાવરણ માટે લાભદાયી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઈન ઈન્ડિયા વિઝન મુજબ રેગોર એલઈડીએ ‘ધ લાઈટીંગ ફયુચર’ની ટેગલાઈન રાખીને એલઈડીનો વધુમાં વધુ પ્રસાર થાય તે માટે ‘સ્વીચ ટુ એલઈડી, સ્વીચ ટુ રેગોર’ના સુત્ર સાથે સતત પ્રયત્નશીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.