Abtak Media Google News

બ્રાહ્મણોનાં આરાધ્યદેવ ભગવાન પરશુરામ જન્મજયંતી નિમિતે સવારથી યજ્ઞ, પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ શોભાયાત્રા, સંતવાણી, ભજન-કિર્તન અને લોકડાયરો સહિતના અનેકવિધ કાર્યક્રમો

‘જય પરશુરામ’ના નાદ સાથે સૌરાષ્ટ્રભરના મુખ્ય માર્ગો ઉપર નિકળી વિશાળ શોભાયાત્રા: હજારો લોકો ઉજવણીમાં જોડાયા

Dsc 0100રાજકોટ સહિત રાજયભરમાં આજે આસ્થાભેર ભગવાન પરશુરામની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ ઠેર ઠેર પરશુરામ મંદિરોમાં જય પરશુરામનો નાદ ગુંજી ઉઠ્યો હતો સવારે હોમાત્મક યજ્ઞ, પૂજન, અર્ચન, મહાઆરતી, બપોરે મહાપ્રસાદ, સાંજે ભજન-કિર્તન, સંતવાણી, લોકડાયરો સહિતના કાર્યક્રમોની રમજટ બોલાવશે. બ્રાહ્મણોનાં આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રભરમાં આજે બ્રાહ્મણોનાં આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય માર્ગો ઉપર વિશાળ બાઈકરરેલી નિકળી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા નિકળેલી રેલીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધજા-પતાકા સાથે જય પરશુરામનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

ખંભાળીયામાં બ્રહ્મ સમાજના કાર્યકરો દ્વારા અહી સતવારાના ચોરામાં આવેલ સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી માં અમૃતમ કાર્ડ યોજનાના કાર્ડ વિતરણ કાઢવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો છે બાદમાં સાંજે સાત વાગ્યે ભગવાન પરશુરામજીનૂ પૂજન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.