Abtak Media Google News

ચણાકામાં ગ્રામ વિકાસનાં રૂ ૬.૪૨ કરોડના કામોનું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પિતૃવતનના ગામ જુનાગઢ જીલ્લાના ચણાકા ગામે પધારતા ગ્રામજનોએ મુખ્યમંત્રીનુ અદકેરુ ઉષ્યાભર્યુ સ્વાગત કર્યુ હતું.

મુખ્યમંત્રીનું ચણાકા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ સરપંચ ઉમેશભાઇ બાભરોલીયાએ સ્વાગત કર્યુ હતું. ગ્રામજનોએ હર્ષ ઉલ્લાસ સાથે મુખ્યમંત્રીને આવકાર્યા હતા.ચણાકામાં આવેલા રુપાણી પરિવારના સુરાપુરા બેચરબાપાના સ્થાનક મંદીરે મુખ્યમંત્રીએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શાસ્ત્રી પુરણપ્રસાદ વ્યાસે પુજાવિધિ કરાવી હતી.ત્યારબાદ મુખ્યમંત્રીએ ચણાકાની ટેકરી ઉપર બિરાજમાન ‚પાણી પરિવારના કુળદેવી માતા અંબાના દર્શન કર્યા હતા. ચ્યવનેશ્ર્વર આશ્રમ ખાતે મહાદેવના પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે આશ્રમના મહંત રામાનંદબાપુએ આશીર્વાદ આપ્યા હતા.મુખ્યમંત્રીએ આ તકે કહ્યું કે, વતનના ગામ ચણાકામાં ગ્રામજનોને મળીને આનંદની લાગણી થઇ છે. કુળદેવી અને સુરાપુરાના દર્શન કરી ગુજરાતના દરેક નાગરીકની ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરી તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી છે તેવી લાગણી વ્યકત કરી છે.મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ તેમના  પિતૃવતનગામ ચણામા આજે ગ્રામ વિકાસના રૂ ૬૪૨ લાખના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ ચણાકાના પીવાના પાણીની સુવિધા માટે ભેંસાથી ચણાકા સુધીની નર્મદા પાઇપલાઇન પહોચાડવાના રૂ ૭૨ લાખના તેમજ ગામમાં ઘરે ઘરે નળ કનેકશન આપી પીવાના પાણીની સુવિધા આપતા વાસ્મોના રૂ ૭૫ લાખના કામોનું લોકાર્પણ કર્યુ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.