Abtak Media Google News

હાઈકોર્ટના આદેશથી ડીવાયએસપી ખુશ્બુ કાપડીયા અને પી.એસ.આઈ. પી.એન. ખાચર વિરૂધ્ધ ગુનો નોંધાયો તો

મોરબીના વતની એસઆરપી જવાન બ્રિજેશ લાવડીયાએ જૂનાગઢના વંથલીના શાપુર પાસે ઝાડમાં લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ મૃતદેહ પર અનેક ઈજાના નિશાન હતા અને મૃતકે મોત પહેલા ફોન કરીને પુત્રને જાણ કરી હતી કે પીટીસીના અધિકારીઓએ માર માર્યો અને ખોટા આક્ષેપો કર્યા હોવાથી આ પગલું ભરવાનું જણાવ્યું હતું.

જે મામલે મૃતકના પુત્ર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટની અરજીને પગલે વંથલી પોલીસ સ્ટેશનમાં પીટીસીના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ પી.એન.ખાચર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.તેમજ આ કેસની તપાસ પોરબંદર ડીવાયએસપી નીલમ  ગોસ્વામી ને સોંપવામાં આવી હતી જેથી ફરીયાદી સહિતના ના નિવેદન લેવા માટે ડીવાયએસપી નીલમ ગોસ્વામી સહિતની ટીમ મોરબી આવી પહોંચી હતી અને ફરીયાદી મૃતકના પુત્ર તેમજ અન્ય પરિવારજનોના નિવેદન નોંધીને તપાસ આગળ ધપાવી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.