Abtak Media Google News

આજે ‘ભૂદેવ ટાઈમ્સ’ મેગેઝિનનું વિમોચન કરશે: રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ: ચુસ્ત બંદોબસ્ત

આવતીકાલે જસદણના જીવાપર ગામે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે: આંકડિયા ગામે ‘સૌની યોજના’ લીંક-૪ના પ્રથમ તબકકાનું લોકાર્પણ અને બીજા તબકકાનું ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રીના બે દિવસના કાર્યક્રમો

આજે

સાંજે ૬ કલાકે રાજકોટમાં આગમન

સાંજે ૭ કલાકે સત્યમ પાર્ટી પ્લોટ ખાતે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા અભિવાદન સમારોહ

સાંજે ૮ કલાકે હેમુગઢવી હોલ ખાતે ભૂદેવ ટાઇમ્સ મેગેઝીટનું વિમોચન

આવતીકાલે

જસદણના જીવાપરમાં શાળા પ્રવેશોત્સવમાં ઉ૫સ્થિત રહેશે.

આંકડિયા ગામે સૌની યોજના લીંક-૪નું પ્રથમ તબકકાનું લોકાર્પણ અને બીજા તબકકાનું ખાત મુહુર્ત

જસદણ માર્કેટીંગ યાર્ડમાં જાહેર સભા

સાંજે પ કલાકે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં યુ.એલ.સી. સનદ વિતરણ

મોરબી રોડ ઓવર બ્રીજનું લોકાર્પણ આવાસ યોજનાનું ખાતમુહુર્ત

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજ સાંજથી બે દિવસ માટે માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેઓ બે દિવસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અલગ અલગ પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

આજે ગુરુવારે સાંજે ૬ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવી પહોંચશે. રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (‚ડા) દ્વારા તૈયાર કરવામાં ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૧ને તાજેતરમાં રાજય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવતા તથા ‚ડાના ૨૨ ગામોને ગ્રીન ઝોનમાંથી મુકિત આપતા વિકાસના નવા દ્વાર ખુલ્યા છે જેના માટે આજે સાંજે ૭ કલાકે સત્યમ પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા એક ખાસ અભિવાદન સમારોહમાં રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું જાંજરમાન સન્માન કરવામાં આવશે. બ્રાહ્મણ સમાજના સામાજીક આર્થિક અનૈ શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે ભુદેવ ટાઈમ્સ નામનું મંથલી મેગેઝિનનો આરંભ થવા જઈ રહ્યો છે. જેનું આજે રાત્રે ૮ કલાકે શહેરના હેમુગઢવી હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવશે.

ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા આશ્રય સાથે રાજય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શાળા પ્રવેશોત્સવ શ‚ કરવામાં આવ્યા છે. આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો આરંભ થયો છે ત્યારે રાજકોટ શહેર તથા જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે જિલ્લાનાં જસદણ તાલુકાના જીવાપર ગામે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે. સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોને નર્મદાના નીરથી ભરી દેવા રાજય સરકારની મહત્વકાંક્ષી સૌની યોજનાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આવતીકાલે મુખ્યમંત્રી સવારે ૧૧ કલાકે જસદણના આંકડિયા ગામે સૌની યોજના લીંક-૪ના પ્રથમ તબકકાનું લોકાર્પણ તથા બીજા તબકકાનું ખાતમુહૂર્ત કરશે. સવારે ૧૧:૨૦ કલાકે જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી એક જાહેરસભાને સંબોધશે. આવતીકાલે બપોરે ૪ કલાકે રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે મુખ્યમંત્રી યુએલસી સનદ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને લાભાર્થીઓને સનદ એનાયત કરશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ૩૦ કરોડના ખર્ચે મોરબી રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વોર્ડ નં.૪માં સ્માર્ટઘર-૫ અને સ્માર્ટઘર-૬ તથા વોર્ડ નં.૪માં સ્માર્ટઘર-૪ હેઠળ બનનાર ૨૬૫૬ આવાસો તથા ૯૧ દુકાનો તેમજ ભગવતીપરા મેઈન રોડ પર પેવર કામનું ખાતમુહૂર્ત કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.