Abtak Media Google News

ધારાસભ્ય અને નગરપાલિકાની ઉદાસીનતાથી લાતીપ્લોટમાં ઠેર-ઠેર પાણી ભરાયા પાલિકા અને પીજીવી સીએલના પ્રિ મોન્સૂન પ્લાનની પોલ છતી

ગઈકાલે સાંજે માત્ર વરસાદી ઝાપટું પડવાથી જ મોરબી નગરપાલિકા ના પ્રિ મોન્સૂન પ્લાન ની પોલ છતી થઇ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને જરા અમથા વરસાદ થી કલાકો સુધી મોરબીનો વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરીજનો ને હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે મોરબી માં વરસાદી ઝાપટું પડતાજ જુના બસસ્ટેન્ડ,લાતીપ્લોટ,રામચોક,શાકમાર્કેટ વિસ્તાર સનાળા રોડ સહીત ના વિસ્તારો માં ઠેર ઠેર પાણી ભરાયા હતા.પ્રિમોન્સુન કામગીરી માં નગરપાલિકા દ્વારા વોકળા ગટરની યોગ્ય સફાઈ ના કરાતા ગઈકાલે ફક્ત ૫ મી.મી જેટલો વરસાદ પડતા જાહેર માર્ગો પર ગોઠણડુબ પાણી ભરાયા હતા

આ સંજોગોમાં જો એક સાથે ૫ ઇંચ વરસાદ પડેતો મોરબીવાસીઓ ની શું હાલત થાય તેની કલ્પના કરવી મુશ્કેલ છે. દરમિયાન ગઈકાલ ના વરસાદી ઝાપટા બાદ મોરબીના લાતીપ્લોટ વિસ્તારની હાલત સૌથી ખરાબ થવા પામી હતી.ઘડિયાળ ઉદ્યોગ થકી દેશ વિદેશ માં મોરબી ની નામના કાઢનાર લાતીપ્લોટ ના ઘડિયાળ ઉધોગકારો ની લાખ રજૂઆત છતાં સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકા ની ઉદાસીનતાથી અહીં પાક રોડ બનાવવા તો ઠીક પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા ના ગોઠવવામાં આવતા લાતીપ્લોટમાં રબડીરાજ જોવા મળી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની જેમ પીજીવીસીએલે પણ પ્રિમોન્સુન કામગીરીમાં દાઠીયા વારતા ગઈકાલે જરા અમસ્તા વરસાદ થી શહેરભર માં વીજ પુરવઠો ખોરવાઈ જાવા પામ્યો હતો

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.