Abtak Media Google News

૧ માર્ચે મુખ્યમંત્રી રાજકોટમાં: કલેકટર કચેરીને હજુ સત્તાવાર કાર્યક્રમ મળ્યો નથી

પૂ. તપાગચ્છાધિપતી પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.ના ૯૯માં જન્મોત્સવ નિમિતે શહેરના વિવિધ સંઘોમાં ૨૮મી સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં આગામી તા.૧ માર્ચે જામનગર હાઈવે પર આવેલા ગુરુપ્રેમનગરમાં યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજરી આપશે. મુખ્યમંત્રીના રાજકોટ આગમનનો સતાવાર હજુ સુધી કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે આવ્યો નથી.

પૂ.આચાર્ય પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.કુલચંદ્રસુરીશ્ર્વરજી મ.સા.આદિ ઠાણાની રાજકોટ શહેર ધર્મયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગત તા.૧૯ થી વિવિધ સંઘોમાં પૂ.પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.ના ૯૯માં જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે પારસધામ જૈન સત્સંગ, યુનિવર્સિટી રોડ જૈન સંઘ, એરપોર્ટ રોડ જૈન સંઘ, જાગનાથ જૈન સત્સંગ અને પ્રહલાદ પ્લોટ જૈન સંઘમાં પૂજયનું સામૈયુ, પ્રવચન, નવકારશી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જયારે આજે અને આવતીકાલ રોજ મણીયાર જૈન સંઘ, સોમવારે ગાંધીગ્રામ જૈન સંઘ, મંગળવાર અને બુધવારે નાગેશ્ર્વર જૈન સંઘમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

તા.૧ માર્ચના રોજ સવારે ૯ કલાકે ઘંટેશ્ર્વર ખાતે આવેલા પાર્શ્ર્વપ્રેમધામ, નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જૈન સંઘ, ગુરૂપ્રેમનગર ખાતે પૂજય તપાગચ્છાધિપતિ પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.ના ૯૯માં જન્મોત્સવની ભકતોની વિશાળ હાજરીમાં ભવ્ય ઉજવણી કરાશે. આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજરી આપશે. જન્મોત્સવમાં પ્રવેશ માટે, વિશિષ્ટ પ્રભાવના માટે તથા સાધર્મિક ભકિતનો લાભ આપવા માટે પ્રવેશ પાસ મેળવવાનો રહેશે. આ માટે જે-તે સંઘની પેઢીમાંથી પાસ મેળવી શકાશે. પૂજય પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.ના જન્મોત્સવની ઉજવણીમાં જોડાવવા સંઘો તથા ગુરુભકતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તા.૧ માર્ચના રોજ રાજયના મુખ્યમંત્રી રાજકોટ પધારી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર કચેરીને હજુ સુધી મુખ્યમંત્રીનો સતાવાર કાર્યક્રમ મળ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.