Abtak Media Google News

સોમનાથ દાદા ગુજરાત પર કૃપાદ્રષ્ટિ વરસાવતા રહેજો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી પ્રાર્થના

વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે યાત્રીકોની સુવિધાઓ માટે આજે સોમનાથમાં વિવિધ પ્રકલ્પોનું દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ અવસરમાં સહભાગી થવામાટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમનાથ આવ્યા છે.

Vijay Rupani Somnath 6 Vijay Rupani Somnath 3 Vijay Rupani Somnath 2

પવિત્ર શ્રાવણ માસમાં આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ દ્વાદશ જયોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરી પુજા-અર્ચના કરી હતી. ગુજરાત પર સોમનાથ દાદાની કૃપા આશિષ વરસતા રહે, સૌ સ્વસ્થ રહે, ગુજરાત વિકાસ રાહે સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના કરી હતી.

Vijay Rupani Somnath 8

આ તકે રાજય સરકારના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તેમના ધર્મપત્ની વંદનાબેન ભારદ્વાજ, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2ના કોર્પોરેટર મનિષભાઈ રાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.