Abtak Media Google News

પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા જીબીઆના હોદેદારો સાથે શુક્રવારે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રી બેઠક યોજશે

જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનનાં ૫૫૦૦ ઈજનેરો આજરોજ માસ સીએલ પર ઉતરવાના હતા પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મધ્યસ્થી કરાવીને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપતા જીબીઆએ આજની હડતાલનો કાર્યક્રમ મોકુફ રાખ્યો હતો. આગામી ૨૩મીએ ઉર્જામંત્રી સાથે વાટાઘાટ માટેની બેઠક યોજાશે.

જીબીઆ દ્વારા ગત તા.૭એ પ્રતિક ધરણા કર્યા હતા ત્યારબાદ તા.૧૩ થી વર્ક ટુ રૂલ મુજબ ફરજ બજાવવાનું શ‚ કરાયું હતું. તા.૧૪એ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા બાદ ઈજનેરો આજરોજ માસ સીએલ પર ઉતરીને જીયુવીએનએલ મેનેજમેન્ટની નીતિ સામે વિરોધ નોંધાવવાના હતા.

ઘણા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણની અનેક રજુઆતો કરવામાં આવતી હતી છતાં જીયુવીએનએલ મેનેજમેન્ટે આ અંગે જરા પણ ધ્યાન આપ્યુ ન હતું. જેથી જીબીઆએ આંદોલનનો માર્ગ પકડયો હતો. અગાઉ જીબીઆએ અનેક વિરોધ દર્શાવતા કાર્યક્રમો આપ્યા હતા. આજરોજ જીબીઆના ઈજનેરો માસ સીએલ પર ઉતરવાના હતા બાદમાં ૨૬મીથી અચોકકસ મુદતની હડતાલ પાડવાના હતા પરંતુ સરકારની મધ્યસ્થીથી આ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.

ગઈકાલે જીબીઆના હોદેદારો સાથે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીએ બેઠક કરીને પડતર પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવાની ખાતરી આપી હતી. જેની વિગત આપતા જીબીઆના સેક્રેટરી જનરલ બિપીનભાઈ શાહે જણાવ્યું હતું કે, સરકારે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપતા હાલ પુરતુ આંદોલન મોકુફ રાખવામાં આવ્યું છે. ઉપરાંત આગામી ૨૩મીએ ઉર્જામંત્રી સાથે જીબીઆનાં હોદેદારોની વાટાઘાટ માટે બેઠક યોજાશે. જેમાં ઈજનેરોના પ્રશ્ર્નોનો નિકાલ કરવામાં આવશે તેવી શકયતા છે.

માસસીએલ પર ઉતરવાની જાહેરાત બાદ સરકારે હરકતમાં આવીને ઈજનેરોના પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવાની ખાતરી આપી છે. જેથી આજરોજ યોજાનાર હડતાલનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. બીપીનભાઈ શાહે જીબીઆના આંદોલનને ટેકો આપનાર તમામ સભ્યો તેમજ યુનિયનોનો આભાર વ્યકત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.