Abtak Media Google News

મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે ગીર-સોમનાથ જિલ્લામાં જળસંચયનાં કાર્યરત કામોની લીધેલ મૂલાકાત

Chif Secretary Visit 7ગીર-સોમનાથ જિલ્લામાં જળસંગ્રહ અભિયાન અંતર્ગત ૨૨૩ કામો શરૂ કરાયા હતા. જે પૈકી ૧૦૦ ઉપરાંત કામો પુરા કરાયા છે. જેમાં મોટા પ્રમાણમાં વહિ જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે. આ જળસંગ્રહનાં કાર્યરત કામોની આજે રાજયના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે મુલાકાત લઇ રોજગારી મેળવતા શ્રમીકો સાથે તાદાત્મય સાધી તેમને મળતા મહેનતાણા, પીવાના પાણીની સવલત સહિત જાણકારી મેળવી હતી.

જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા પાસેથી જળસંગ્રહનાં તમામ કામોની તલસ્પર્શી વિગતો મેળવી મુખ્ય સચિવશ્રીએ કહ્યું કે, જળસંચયનાં આ કાર્યો આવનાર સમયમાં ખુબજ ઉપયોગી પુરવાર થશે. જળસંગ્રહની મુખ્યમંત્રીશ્રીની  પહેલ લોકોએ જન અભિયાન સ્વરૂપે ઉપાડી લીધી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં જળસંગ્રહનાં કાર્યરત કામોની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્ય સચિવ ડો.સિંહ

Chif Secretary Visit 4મુખ્ય સચિવશ્રીએ ડાભોર પાસે દેવકા નદીમાં ચેકડેમ ડિસીલ્ટીંગ કામગીરી, સોમનાથ કોઝ-વે માટે કાજલી નજીક હિરણ નદીમાં કાર્યરત કામગીરીની મુલાકાત લઇ જેસીબી ટ્રેકટરો સહિત સાધન સામગ્રી સાથે માટી-કાંપ ખેડૂતોને ઉપયોગમાં આવે છે કે કેમ, જળસંગ્રહના જથ્થા સહિતની ક્ષાર અંકુશ વિભાગનાં અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.

રંગપુરમાં મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં સહયોગી ૧૬૦ જેટલા શ્રમીકોને મળવાપાત્ર મહેનતાણું તથા જરૂરી સુવિધાની જાણકારી શ્રમીકો અને અગ્રણીશ્રી અરશીભાઇ પરમાર પાસેથી મેળવી હતી. તેમણે અહીં શ્રમીકોને ઠંડી છાસ તથા પૈાષ્ટીક ચીકીનું વિતરણ કર્યું હતું.

Chif Secretary Visit 6સુજલામ સુફલામ યોજનાનાં કામોની મુલાકાત પ્રસંગે જિલ્લા પોલીસ વડાશ્રી હિતેષ જોયસર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી સંજય મોદી, પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ, મામલતદારશ્રી પ્રજાપતિ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સામાણી, નાયબ જિલ્લા પોલીસ વડાશ્રી પરમાર સહિત સબંધિત વિભાગનાં અધિકારીઓ સાથે રહ્યા હતા.

Chif Secretary Visit 5 દેવકા નદીમાં ઇન્ડીયન રેયોન તથા કાજલી ખાતે સોમનાથ કોઝ-વેની કામગીરી અંબુજા ફાઉન્ડેશનની જનભાગીદારી સાથે જળસંગ્રહની કાગીરી કાર્યરત છે. જેમાં ૪૦૦૦ ઘનમીટર ઉપરાંત કાંપ દુર કરાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.