Abtak Media Google News

ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન તળે

 વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ તીર્થધામની સુરક્ષા અને દરીયાઇ આંતરરાષ્ટ્રીય સીમા નજીકના વેરાવળ સોમનાથ દરીયા કાંઠો રાષ્ટ્રીય સુરક્ષાને લઇ અતી મહત્વનો હોય દરીયા કાંઠે સઘન સુરક્ષા માટે માછીમારોને સજાગ રહેવા પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ એસપી મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સોમનાથ મરીન પોલીસ દ્વારા ફીશર મેન અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરી માછીમારોને સંભવિત દેશદ્રોહી, માદક પદાર્થની હેરાફેરી, આંતકી પ્રવૃત્તિ સામે સચેત રહેવા તાલીમ સાથે સજાગ કરાયા હતા.

 

14મી ઓગસ્ટે હીરાકોટ બંદરે સમાજની વાડીમાં ડીવાયએસપી વીઆર ખેંગારની હાજરીમાં હીરાકોટ બંદર, સમાજની વંડી ખાતે વેરાવળ તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એચ.આર.ગોસ્વામી તથા એસ..જી. સ્ટાફ, ધર્મેશ વાસન, સેન્ટ્રલ આઇ.બી. વેરાવળ તથા એલ.ડી.પરમાર, સ્ટેટ આઇ.બી. વેરાવળ, જી.એમ.બી. સ્ટાફ તેમજ સોમનાથ મરીન પો.સ્ટે. સ્ટાફ સાથે ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તરફથી યોજવામાં આવેલ કાર્યક્રમમાં ફીશરમેન વોચ ગૃપના 35 જેટલા સભ્યો/માછીમાર ભાઇઓ હાજર રહેલ હતા. જે તમામ સભ્યોને દરિયા કાંઠા વિસ્તારોમાં સંભવી શકે એવી આતંકી પ્રવૃતિ, માદક પદાર્થો/શસ્ત્રોની હેરાફેરી, અજાણ્યા ઇસમોની શંકાસ્પદ હિલચાલ બાબતે તેમજ શંકાશીલ જણાતી કોઇપણ પ્રવૃતી બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ તેમજ ઉપસ્થિત સભ્યોને દરીયામાં તેમજ દરીયા કાંઠા વિસ્તારમાં કોઇપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવેલ તેમજ હાજર સભ્યોને સાઇબર ક્રાઇમ લગત જાગૃતતા લાવવા માટે કોઇ પણ વ્યક્તિને .ટી.પી. શેર કરવો, અજાણી વ્યક્તિનો વિડીયો કોલ રીસીવ કરવો વિગેરે મુદાઓથી માહીતગાર કરી અને ફીશરમેન અવરનેશનો કાર્યક્રમ પુર્ણ કરવામાં આવેલ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.