રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ બાળક 10 મિનીટમાં ગુમ

પતિથી અલગ રહેતી જનેતા જ બાળકને ઉઠાવી ગઇ’તી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ માસુમ બાળક ગુમ થવાની ફરીયાદ પ્ર.નગર પોલીસમાં થતાં પોલીસે સીસી ટીવી આધારે તપાસ કરી બાળકને ઉઠાવી જનાર જનેતાને પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહીતી મુજબ રાજકોટના નવા થોરાળામાં રહેતા રાહુલ મોહન સોલંકી (ઉ.વ.25) નામનો યુવાન બપોરે તેના બે વર્ષના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો ત્યારે ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરી દવા લેવા ગયો હતો ત્યારે માત્ર 10 મીનીટમાં બાળક ગુમ થયો હતો અને તેને શોધખોળ કરતા કોઇ પત્તો ન લાગતા તેને પોલીસમાં જાણ કરી હતી બાદ પોલીસ હોસ્પિટલે દોડી જઇ સીસી ટીવી કુટેજ તપાસયા હતા અને તેમાં કોઇ મહીલા બાળકને ઉઠાવી જતું દેખાયું હતું તે રાહુલને બતાવતા તેન પત્ની જ બાળકને ઉઠાવી ગઇ હતી.

માહીતી મુજબ રાહુલે નંદાબેન નામની વિધવા મહિલા સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને તેને દારૂ પીવાની કુટેવ હોય અને છેલ્લા બે દિવસથી પત્ની નંદા સાથે મારકુટ થતા તે માવતરે ચાલી ગઇ હતી. જેથી બાળકથી દુર થયેલ જનેતાએ જ બાળકને ઉઠાવી ગઇ હતી જેથી નંદાબેનની ઘરે તપાસ કરતા બાળક મળી આવ્યું હતું.