Abtak Media Google News

ઉનાળુ વેકેશનની રજામાં બાળકો ઇત્તરપ્રવૃત્તિઓ દ્વારા રમત સાથે જ્ઞાન મળે તે હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા બાલભવન ઉપક્રમે ચિલ્ડ્રન વર્કશોપનું આયોજન બાલભવન ખાતે તા. ર૬-પ સુધી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ બેચ તા. ૧ર-પ સુધીની છે. આ ચિલ્ડ્રન વર્કશોપમાં બાળકો માટે રંગપૂરણી ડ્રોઇંગ, હેન્ડ્રીક્રાફટ, સર્જનાત્મક, હસ્તકલા, ઓરીગામી, વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ ચિલ્ડ્રન વર્કશોપની પ્રથમ બેંચમાં કુલ ૨૨૫૭ બાળકો ભાગ લઇ રહ્યા છે અને તા. ૧૪ થી ૨૬ ની બીજી બેંચના ફોર્મ આજરોજ થી બાલભવન ખાતે સાંજે પ થી ૭ સુધીમાં મેળવી છેલ્લાથીતા. ૧૦-૫ સુધીમાં પરત કરવાના રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.