Abtak Media Google News

બાળકોએ કુમળા ફુલ જેવા હોય છે. તેને પંપાળી અને સમજાવીને જીદ કરતા અટકાવવા જોઇએ. પરંતુ ક્યારેક બાળકની જીદ એટલી હદે વધે છે કે તેને સમજાવવા હથિયાર અપનાવે છે. અને પહેલાંના જમાનાની કહેવત પણ હતી કે ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે સમસમ’ પરંતુ અત્યારની પેઢીના બાળકો માટેની તમામ વ્યાખ્યા અને બાળ મનોવિજ્ઞાનની થીયરી બદલી છે ત્યારે શાળામાં પણ વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડવાની મનાઇ આવી છે. ત્યાર ઘરે તોફાન જીદ કરતા બાળકને મારવું કેટલું યોગ્ય છે. તો આ બાબતે અનેક રુઢીવાદી લોકો ડિસીપ્લીન માટે બાળકોને માર મારે છે. ત્યારે બીજી બાજુઆ વિષય પર એક્સપર્ટનું કંઇક અલગ કહેવું છે તેઓનાં કહેવા પ્રમાણે આ વસ્તુ કે આવું બાળક સાથેનું વર્તન તદ્ન ખોટું છે તેમજ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે બાળકોને માર માારવોએ નુકશાનકારક સાબિત થાય છે. કારણ કે તેવા વર્તનથી બાળક સુધરવાના બદલે વધુ બગડે છે. ટેક્ષાસ યુનિવર્સિટીના એક અધ્યયન અનુસાર ૧૨,૧૧૨ બાળકોને લઇ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરુપ માર મારવા વચ્ચે ભલેને ગમે એટલો અંતરાલ આવે તેનું પરિણામ ખરાબ જ આવે છે. આમ બાળકોને માર મારવો એ અસરકારક ટેકનીક નથી. એનાથી બાળકોમાં વર્તનમાં જે પરિવર્તન આવે છે તે ભયાનક જ આવે છે એટલે બાળકોને માર મારવોએ સકારાત્મક નથી….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.