Abtak Media Google News

બમ્પર આવકથી મરચીનો પ્રતિ કિલો રૂ. ૧૫ થી ર૦ જયારે મરચાનો રૂ. ૩૫ થ ૪૦ સુધીનો ભાવ: બટેટાની આવક ઘટતા તેમજ ડુંગળીની અછતથી ભાવમાં ઉછાળો

રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે છેલ્લા થોડા દિવસથી મરચાથી ધુમ આવક થઇ રહી છે. મરચા મરચીની બમ્પર આવકથી ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. રોજની મરચાની ૨૫ જેટલી ગાડીઓ રાજસ્થાન મોકલાઇ છે આ ઉપરાંત રાજકોટ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારને મરચા પુરા પાડવામાં આવી રહ્યા છે. હાલ ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોચ્યા છે જેનું એક માત્ર કારણ બટેટાની આવકમાં ઘટાડો તેમજ આ વર્ષે ડુંગળીનો પાક નિષ્ફળ જતા ડુંગળીની અછતથી ભાવમાં ખુબ વધારો થયો છે.

મરચા ની નિકાસ રાજસ્થાન ખાતે અવિરત શરૂ : રાજુભાઇ કલાર્ક

શાકભાજી માર્કેટિંગ યાર્ડ ક્લાર્ક રાજુભાઇ એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે શાકભાજી માર્કેટિંગ યાર્ડ ખાતે રોજની ૧૫ થી ૨૦ હજાર ભારી મરચાની આવક જોવા મળે છે આઠથી દસ યુટીલીટી અને ૧૦ થી ૧૫ આઇસર રોજે મરચા ની ભારીઓ ભરાઈને રાજસ્થાન ખાતે નિકાસ કરવામાં આવી રહી છે મરચાની પુષ્કળ આવક છે જેના માટે અલગથી એક પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું છે  પરંતુ  વધુ આવકને કારણે ૧૫ થી ૨૦ રૂપિયા ના ભાવે મરચીનું વેચાણ છે કિલોના ભાવે તેમજ મરચા ના ભાવ ૨૫ રૂપિયા એકંદરે હતા

આ વખતે મરચા ખેડૂતો માટે સોનાસ્વરૂપ:- અમિતભાઈ પાદરીયા ખેડૂત

ખેડૂત અમિતભાઈ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ વર્ષે અમારી માટે મરચું સોના સ્વરૂપ બન્યું વીઘે ૧લાખ રૂપિયા નો લાભ મરચાં ના વેચાણ થી મળી રહ્યું છે અને મરચી નો ભાવ પણ પ્રતિકારક છે  રોજે સારા પ્રમાણમાં ગાડીઓના કરાઈ મરચા ની નિકાસ થઇ રહી છે હજુ ત્યાં સુધી ભાવ અમને સારો મળશે ત્યાં સુધી અમે યાર્ડ ખાતે મરચાને પહોંચાડીશું ત્યારબાદ ભાવ નીચા મળવાની શરૂઆત થશે ત્યારે સુકા મરચા ની કરવાંના શરૂ કરશ

રાજસ્થાન ઉપરાંત રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારને મરચા પુરૂ પાડતું યાર્ડ:ડી.કે.સખીયા

યાર્ડ ચેરમેન ડીકે સખિયા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ વખતે મરચાની આવક પુષ્કળ પ્રમાણ માં યાર્ડ ખાતે થઈ છે  લોકલ ખેડૂતો પાસે થી પુષ્કળ પ્રમાણમાં મરચાંની આવક આવી રહી છે  ત્યારે મરચી નો ભાવ ૧૫થી ૨૦ રૂપિયા અને મરચાનો ભાવ ૩૫થી ૪૦ રૂપિયા આશરે છે રોજની પચ્ચીસ ગાડી મરચાની રાજસ્થાન ખાતે નિકાસ કરવામાં આવી રહી છે નિકાસ બાદ પણ રાજકોટ તેમજ તેની આસપાસના વિસ્તાર અને સૌરાષ્ટ્ર આંખામાં મરચા પુરા પડી રહ્યા છે  મરચાની આવક વધુ છે તેથી તેના ભાવ નીચા જોવા મળે છે એજ રીતે બટાકામાં રોજની ૨૦ થી ૨૫ ગાડીઓ ડીસા થી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહી છે બટાકાના ભાવ ચાલીસથી પચાસ રૂપિયાની આસપાસ ના છે જેનું કારણ બટેટાની આવકમાં ઘટાડો હોવાનું છે ખેડૂતોના હિત માટે બહુ સારી વાત છે હાલ ડુંગળીનું ઓછું હોવાનું કારણ વરસાદમાં વારંવાર વાવેતર કરવાને કારણે ડુંગરી ના પાકને નુકશાનની થવાથી હતું એટલે ડુંગળીનું ઉત્પાદન ઓછું થાય છે નાસિકમાં પણ વરસાદને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું થયું છે નાસિક થી હાલ ડુંગળીની આયાત તદ્દન બંધ છે હાલ ડુંગળીના  ભાવ માં વધારા નુ કારણ આ પણ છે થોડાક સમય પહેલા ડુંગળીની નિકાસ પર રોક લગાવવામાં આવી સરકાર દ્વારા તે ખેડૂતોના હિત માટે જ કરવામાં આવ્યું હતું ભાવ ઊચા જતા અટકે નહિ ભાવ ખેડૂતોને સારા મળી રહે ત્યારે હાલ નિકાસથી ખેડૂતોને ડુંગળીના ભાવ પણ સારા મળી રહ્યા છે દિવાળી બાદ દરેક પાકનું ઉત્પાદન માં વધારો થશે અને ભાવમાં ઘટાડો જોવા મળશે પુરવઠામાં વધારો થશે અને ભાવમાં ઘટાડો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.