Abtak Media Google News

આ વખતે ગુજરાતમાં શિયાળાની જમાવટ ધીમે ધીમે થઇ રહી છે જો કે 10 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે ત્યારે અરબી સમુદ્રમાં અનેક હલચલ જોવા મળતા તેની અસર રાજ્યના વાતાવરણ પર થઇ રહી છે નિષ્ણાતોએ જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ 12મી ડિસેમ્બરથી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત 14થી 18 ડિસે. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક ભાગોમાં વરસાદની વકી છે. રાજકોટમાં 13 અને પોરબંદરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે 14થી 18 ડિસે. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની વકી

અમદાવાદ16
વડોદરા16.4
ભાવનગર17.6
ભૂજ14.4
ડીસા13.5
દ્વારકા18
ગાંધીનગર14.2
કંડલા16
નલિયા10
પોરબંદર12.8
રાજકોટ13
સુરેન્દ્રનગર14.4

આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. ઠંડા પવનોના કારણે દિવસે પણ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યના વિવિધ શહેરના તાપમાન આજે પણ 16 ડિગ્રીની આસપાસ રહેતા ફૂલગુલાબી ઠંડી વર્તાઇ હતી. આજે પણ 10 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારે જ્યોતિષોએ આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ અરબી સમુદ્રમાં હલચલ આવ્યા બાદ 12મી તારીખથી ડીપ ડિપ્રેશન બનવાની શકયતા રહેશે. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવતા પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરનો ભેજ ભળી જશે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી છે. જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા રહેવાની છે.

આ વખતે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. જેના કારણે ઠંડા પવન આવતા નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, 12 અને 13 ડિસેમ્બરના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે. આ સાથે 22 ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત, પૂર્વોત્તર ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.