Abtak Media Google News

રોકેટ લોન્ચર, રાયફલ, રડાર, નાઈટ વિઝન ડિવાઈસ, જીપ્સી, હળવા ટોર્પીડો અને નેવીગેશન સિસ્ટમ સહિતનો શ સરંજામ માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ડિલ

એશિયા સહિત વિશ્ર્વમાં ચીનના ભરડાથી બચવા ભારત ચીનની આસપાસના દેશોને પોતાની સો લેવાની રણનીતિ ઘડી રહ્યું છે. ચીને વર્ષો પહેલા ભારતની આસપાસના દેશોને વિશ્ર્વાસમાં લેવાની પ્રયાસો શ‚ કર્યા હતા. જેની સામે હવે સફાળા જાગેલા ભારતે પણ ચીનની આસપાસના દેશો સો કરાર કર્યા છે.

Advertisement

ચીનને ભરી પીવા હવે ચીની છંછેડાયેલા મ્યાનમારને ભારત લશ્કરી શ સરંજામ પૂરો પાડશે.

ભારતે અગાઉ મ્યાનમારના સૈન્યને રોકેટ લોન્ચર, રાયફલ, રડાર, નાઈટ વિઝન ડિવાઈસ, જીપ્સીસ, બેલીબ્રીજ તા કોમ્યુનિકેશન શેટ સહિતના સંશાધનો પૂરા પાડયા હતા. હવે મ્યાનમાર સો ૨૪૭૦૦ કરોડની ડિલ ભારત દ્વારા કરવામાં આવી છે. આ ડિલ હેઠળ મ્યાનમારને ટોર્પીડો બનાવવામાં ભારત મદદ કરશે. સબમરીન માટે પણ ભારત દ્વારા મ્યાનમારને જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. ભારતનું ડિફેન્સ વિભાગ હળવા ટોર્પીડો મ્યાનમારને પૂરા પાડશે.

મ્યાનમાર અને ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના જંગલમાં ફેલાયેલા ઉગ્રવાદીઓ સામે મ્યાનમારની સરકાર કડક પગલા લે તેવું ભારત ઈચ્છે છે. આ ઉપરાંત ચીન સામે મ્યાનમાર ભારતનો પક્ષ લે તે પણ ભારતની આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટે ખુબજ જરૂરી છે.

માટે મ્યાનમારને પુરતા શો ભારત સરકાર પુરા પાડવા માટે તૈયાર છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.