Abtak Media Google News

Table of Contents

અનુષ્કા શર્માની જોવા જેવી મજેદાર રોમેન્ટિક કોમેડી ફિલ્મ

  • કલાકારો:અનુષ્કા શર્મા, દિલજીત દોસાન્જ, મેહરીન, પીરઝાદા, સુરજ શર્મા, રઝા મુરાદ
  • પ્રોડયુસર:અનુષ્કા શર્મા
  • ડાયરેકટર:અન્સઈ લાલ
  • મ્યુઝિક:શાશ્ર્વત સચદેવ, જશલીન રોયલ
  • ફિલ્મ ટાઈપ:રોમેન્ટીક કોમેડી
  • ફિલમની અવધિ:૨ કલાક ૧૪ મિનિટ
  • સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ
  • રેટિંગ:૫ માંથી ૩ સ્ટાર
સ્ટોરી:
ફિલૌરીની સ્ટોરી અવનિતા દત્તે લખી છે. સ્ટોરી કંઈક આવી છે. એન.આર.આઈ મૂરતિયો કનન (સૂરજ શર્મા) નોર્થ અમેરીકન દેશ કેનેડાથી ઈન્ડિયા લગ્ન કરવા માટે આવે છે. તેના લગ્ન ચાઈલ્ડહુડ ફ્રેન્ડ અનુ (મેહરીન પીરઝાદા) સાથે થવાના હોય છે. સ્વાભાવિક રીતે જ વર-ક્ધયા બન્ને પક્ષમાં હરખ છે. ત્યાં જ કહાનીમાં ટિવસ્ટ આવે છે. પંડિતજી મૂરતિયાની કુંડળી જોઈને તેને માંગલિક ઘોષિત કરે છે. ઉપાય બતાવે છે કે તારે અનુ સાથે સાત ફેરા ફરતા પહેલા પેડ એટલે કે વૃક્ષ સાથે લગ્ન કરવા પડશે. બિચારો વિદેશી મૂરતિયો કનન વૃક્ષને પરણે છે. આ વૃક્ષમાં શશી (અનુષ્કા શર્મા)ની આત્મા નિવાસ કરતી હોય છે પરંતુ કમનસીબે વૃક્ષ કાપી નાખવામાં આવે છે. હવે શશી કનનની પાછળ પડી જાય છે. તે કનનને કહે છે કે તુમને પેડ સે નહીં, મુજસે શાદી કી હૈ. અહીંથી શશી અને ‚પલાલ ફિલોરની ૧૦૦ વર્ષ પહેલાની લવસ્ટોરી શ‚ થાય છે. શશી એક કવિયત્રી હોય છે. શશી અને રુપલાલ એટલે કે દિલજીત દોસાન્જની પહેલા તકરાર અને બાદમાં ઈકરાર જેવી પ્રણય કથા છે. આમ, એક જ ફિલ્મ ફિલૌરીમાં બે સ્ટોરી પેરેલલ ચાલે છે. એક તો શશી અને રુપલાલની ૧૦૦ વર્ષ પહેલાની લવ સ્ટોરી અને બીજી ૨૦૧૭ની કનન – (આત્મા) શશી અને ચીનુની સ્ટોરી. ફિલૌરીની સ્ક્રિપ્ટ, સ્ટોરી અને ડાયલોગ કાબિલે તારીફ છે. ફિલ્મના કલાઈમેકસમાં વિઝયુઅલ ઈફેકટ લાજવાબ છે.

એકિટંગ:

અનુષ્કા શર્મા ખુદ ફિલૌરીના નિર્માત્રી છે. પ્રોડયુસર અને એકટ્રેસની બેવડી જવાબદારી છતા શશી તરીકે અનુષ્કા પરફેકટ છે. ફ્રેન્ડલી ભૂતનીની ભૂમિકા તેણે બખૂબી નિભાવી છે. ફિલૌરીનો હીરો જ અનુષ્કા છે. તેણી ફિલ્મના સ્ટાર્ટીંગથી કલાઈમેકસ એટલે કે એન્ડ સુધી છવાઈ ગઈ છે. તેણીએ દિલ હે મુશ્કીલમાં પ્રશંસાને પાત્ર અભિનય કર્યો હતો. નિર્માત્રી તરીકે એન.એચ.૧૦ પછી ફિલૌરી તેની બીજી ફિલ્મ છે. ડિફિકલ્ટ રોલમાં પણ તેણે પરફેકશન દાખવ્યું છે. આ સિવાય અનુષ્કાના પ્રેમી અને પંજાબી ગાયક ‚પલાલ ફિલોર તરીકે દિલજીત દોસાન્જ જામે છે. ફિલોરીમાં તેનો નાનો છતા દમદાર રોલ છે. દિલજીત ઈઝ જસ્ટ પરફેકટ. કેનેડાથી લગ્ન કરવા ઈન્ડીયા આવનારા કનનની ભૂમિકા નવોદીત કલાકાર સુરજ શર્માએ ભજવી છે. તેને ૨૦૧૭ના બેસ્ટ ન્યૂકમરનો એવોર્ડ મળી શકે. આ સિવાય મેહરીન પીરઝાદા તથા અન્ય સપોર્ટિંગ કાસ્ટનું કામ જસ્ટ ઓ.કે.

ડાયરેકશન:

સ્વતંત્ર ડાયરેકટર તરીકે અન્સઈ લાલની ફિલૌરી પ્રથમ ફિલ્મ છે. તેમણે ફિલ્મના ચાર મુખ્ય કલાકારો અનુષ્કા શર્મા, દિલજીત દોસાન્જ સુરજ શર્મા અને મેહરીન પીરઝાદા પાસેથી ખુબ સારું કામ લીધું છે. અન્સઈ લાલના ડાયરેકશન પરથી લાગતું જ નથી કે આ તેમની પ્રથમ ફિલ્મ છે. તેમણે ૧૦૦ વર્ષ પહેલાની લવસ્ટોરી અને ૨૦૧૭ની સ્ટોરીને સમાંતર રીતે દર્શાવી છે. તેમણે ફિલ્મની લંબાઈ પણ ૨ કલાક અને ૧૪ મિનિટની રાખી છે. જેથી દર્શકો બોર ન થાય. તેમણે ફિલ્મના કલાઈમેકસને મજેદાર બનાવ્યો છે. વિઝયુઅલ ઈફેકટ પર પણ ધ્યાન આપ્યું છે. અન્સઈ લાલને ડિસ્ટિંકશન માર્ક મળવા જોઈએ. તેમણે એક પરફેકટ સ્ટોરી સાથે સંપૂર્ણપણે ન્યાય કર્યો છે.

મ્યુઝિક:

ફિલૌરીનું મ્યુઝિક બે સંગીતકારો ૧.શાશ્ર્વત સચદેવ ૨.જશલીન રોયલે તૈયાર કર્યું છે. ફિલ્મમાં કુલ ૬ ગીત છે. જેમાં સાહિબા ગીત (ગાયક:- રોમી અને પવની પાંડે) સાંભળવું ગમે છે. દિલને શુકુન આપનારું ગીત છે. આ ગીત લોકપ્રિય થઈ ચુકયું છે. અન્ય બે ગીતો પણ કર્ણપ્રિય છે. બાકીના ગીતો જસ્ટ ઓ.કે. એક ગીત અનુષ્કા શર્માના અવાજમાં રેપ સોંગ છે. જોકે ફિલ્મનો હીર દિલજીત દોસાન્જ અચ્છો ગાયક છે છતા તેના અવાજમાં એક પણ ગીત નથી.તેણે ફિલ્મ ઉડતા પંજાબમાં ઈક કૂડી ગીત ગાયું છે. કોરીયોગ્રાફી ફિરોઝ ખાને કરી છે.

ઓવરઓલ :

ફિલોરી ૨ કલાક અને ૧૪ મિનિટની એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ કોઈ હોરર ફિલ્મ હરગીઝ નથી. બલ્કે, સહપરિવાર જોવા જેવી ફિલ્મ છે. જેમાં કોઈ જ વલ્ગર સીન કે ડબલ મિનિંગ ડાયલોગ નથી. ફિલૌરીમાં મજા મસ્તી કોમેડી હયુમર ડ્રામા ઈમોશન ઈન્ટેન્સીટી વિગેરે બધુ જ છે. અનુષ્કા શર્માના ચાહકોને તો આ ફિલ્મ ગમશે જ ક્ધિતુ બાકીના દર્શક વર્ગ પણ નિરાશ નહી થાય એકંદરે ફિલૌરી એકવાર જોવા જેવી ફિલ્મ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.