Abtak Media Google News

સરક્ષણ વિભાગ સજ્જ બન્યું, ટેકનોલોજીને અદ્યતન બનાવાઈ !!!

સમગ્ર વિશ્વ હાલ ચીન પર સહેજ પણ વિશ્વાસ મૂકવા રાજી નથી ત્યારે ચાઇના પણ પોતાની મેલી વૃત્તિ યથાવત રાખી છે એટલું જ નહીં ચાઇના ભારતના ટાપુઓ અને સરહદો ઉપર જાસૂસી કરી રહ્યું હોવાનો ચિત્ર પણ સામે આવ્યું છે જેનું કારણ એ છે કે એક વર્ષ પૂર્વે અંદમાન નિકોબાર ખાતે એક અજ્ઞાત ઉડતી વસ્તુ જોવા મળી હતી જ્યાં સુધી સંરક્ષણ વિભાગ તેને પછાડે ત્યાં સુધીમાં તે અલિપ્ત થઈ ગયું હતું. ભારત તેના ટાપુઓ અને સરહદો ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને આ વિસ્તારને કઈ રીતે મજબૂતી અપાય તે દિશામાં પણ કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.

અંદમાન નિકોબાર આઇલેન્ડ ની જો વાત કરીએ તો આ વિસ્તારની નજીક આવેલી બંગાળની ખાડી પાસે ભારતે પોતાનું મિસાઈલ ટેસ્ટીંગ એરીયા ઉભો કર્યો છે જેના ઉપર ચીન દ્વારા સતત નજર રાખવામાં આવતી હોવાનો અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. પૂર્વે ચાઇના એ પણ અમેરિકા ના વિવિધ વિસ્તારોમાં સ્પાઈ બલૂન તરતો મૂક્યો હતો જે અંગેની જાણ થતા જ તેને તોડી પાડવામાં આવ્યું હતું.

ભારત તેની રડાર સિસ્ટમને પણ વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે એટલું જ નહીં અમેરિકા પાસે જે ટેકનોલોજી કોઈપણ અગિયાર પૂરતી વસ્તુને તોડી પાડવાની છે તે સિસ્ટમ હવે ભારત પણ અપનાવશે અને તે દિશામાં હાલ કાર્ય પણ સંરક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરો પર ભારતનું વર્ચસ્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે એ વાતને ધ્યાને સરકાર હવે સંરક્ષણ વિભાગ ને વધુ મજબૂત બનાવવા માટે સજજ બન્યું છે. ઊડતી વસ્તુને તોડી પાડવા માટે ભારત સાઈડવિંડર મિસાઈલ સિસ્ટમને અમલી બનાવશે.

ભારતની સરહદ અનેક રીતે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે કારણ કે આ તમામ સરહદ અંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અત્યંત લાભદાયી છે ત્યારે ચીન દ્વારા જે રીતે જાસૂસી કરવામાં આવી રહી છે ત્યારે તેને કઇ રીતે રોકી શકાય તે એટલુંજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.