Abtak Media Google News

ચીન ઇચ્છે છે કે 10 નાના પેસિફિક દેશો સુરક્ષાથી માંડીને માછીમારી સુધીના ક્ષેત્રોમાં ચીનની વ્યાપક સમજૂતીને સમર્થન આપે, જ્યારે યુએસએ ચેતવણી આપી રહ્યું છે કે આ પ્રદેશને કબજે કરવા માટે ચીન  દ્વારા “મોટી અને મહત્વપૂર્ણ” કવાયત છે

તાજેતરમાં જ જાપાનમાં પૂર્ણ થયેલી ક્વાડ સમિટ બાદથી ચીન બેચેન જોવા મળી રહ્યુ છે. આ જ કારણ છે કે ચીની રાષ્ટ્રપતિ કેટલાક દેશોને પોતાની સાથે જોડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ સુરક્ષા અને વેપાર અંગે 10 દેશો સાથે કરાર કરવાનુ આયોજન બનાવ્યુ છે. પોતાના આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે વાંગ યી એ પ્રશાંત દ્વીપ દેશોનો એક મોટો પ્રવાસ શરૂ કર્યો છે. પોતાના 10 દિવસીય પ્રવાસ દરમિયાન વાંગ કિરિબાતી, સમોઆ, ફિજી, ટોંગા, વાનુઅતુ, પાપુઆ ન્યૂ ગિની અને પૂર્વી તિમોરમાં રોકાશે.

આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમુક દિવસ પહેલા ટોક્યોમાં ક્વાડ શિખર સંમેલનનુ આયોજન થયુ હતુ જેમાં પોતાના સદસ્યોને પ્રશાંત દ્વીપ દેશોની સાથે સહયોગને વધુ મજબૂત કરવાનુ આહ્વાન કરવામાં આવ્યુ હતુ. ક્વાડમાં ભારત સિવાય જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા અમીર દેશ સામેલ છે.

ક્વાડ સમિટ બાદથી ચીનને પડકાર આપવા માટે ઓસ્ટ્રેલિયાની નવી ચૂંટાયેલી સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ 44 સદસ્યીય પ્રતિનિધિમંડળની સાથે વાંગના આઠ દેશોના પ્રવાસની સરખામણી કરવાના પ્રયાસમાં પ્રશાંત દ્વીપ દેશોમાંના એક ફિજી પહોંચ્યા.

ચીનના વિદેશ મંત્રી સોલોમન દ્વીપ પણ ગયા. જેણે તાજેતરમાં જ ત્રણ ક્વાડ સદસ્ય – અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની મુશ્કેલીઓ છતાં ચીનની સાથે એક સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ચીનના વિદેશ મંત્રી જે દેશોનો પ્રવાસ કરી રહ્યા છે તેમાંથી કેટલાક દેશ ઓસ્ટ્રેલિયાથી વધારે દૂર નથી.

ઓસ્ટ્રેલિયાએ પોતાના વિદેશ મંત્રી વોંગ ને ફિજી મોકલ્યા કેમ કે ચીની વિદેશ મંત્રી સોમવારે પ્રશાંત દ્વીપ દેશોની સાથે એક હાઈબ્રિડ સંમેલન માટે ત્યાં પહોંચવાના છે. સંયુક્ત વક્તવ્યમાં ક્વાડએ પ્રશાંત ક્ષેત્રીય સુરક્ષા માળખા માટે સમર્થનની પુષ્ટિ કરી હતી, જેને ચીન પોતાના વિદેશ મંત્રી ના અભૂતપૂર્વ 10 દિવસીય પ્રવાસના માધ્યમથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.