Abtak Media Google News

રિમોટ સેન્સીગ સેટેલાઈટથી ચીન ઈકોનોમિક કોરીડોર ઉપર સતત દેખરેખ રાખી શકશે

૫૦ બીલીયન ડોલર (અંદાજે ત્રણ લાખ કરોડ રૂપીયા)ના ખર્ચે ચાઈના પાક. ઈકોનોમીક કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે. જેના પર બાજ નજર રાખવા માટે ચીન દ્વારા બે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે.ગઈકાલે ચીનના નોર્થવેસ્ટમાં આવેલા સેટેલાઈટ લોન્ચ સેન્ટરક જયુકયુન ખાતેથી લોન્ગ માર્ચ રસી રોકેટના માધ્યમથી પીઆરએસએલ ૧ અને પીએકેટીઈએસ ૧એ સેટેલાઈટ છોડવામાં આવ્યા હતા.ચીન આ રિમોટ સેન્સીગ સેટેલાઈટ પાકિસ્તાનને વેંચી ચૂકયું છે.

Advertisement

ચીને અવકાશમાં તરતા મૂકેલા સેટેલાઈટથી જમીન ઉપર સર્વેલેન્સ સરળતાથી થઈ શકશે. કુદરતી આપતી, કૃષિ સંશોધન, ગ્રામ્ય વિકાસ માટે તેનો ઉપયોગ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. અલબત, સેટેલાઈટનો મુખ્ય ધ્યેય ચીન પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોર ઉપર નજર રાખવા માટેનો છે.ચીન હાલ પાકિસ્તાનમા ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોરનું નિર્માણ કરી રહ્યું છે.જેના હેઠ ચીનના મીનજીયાંગ પ્રાંતથી પાકિસ્તાનના બલુચીસ્તાનમાં આવેલા ગ્વાદર બંદર સુદી રોડ રસ્તા સહિતનું નિર્માણ થશે.ચીન દ્વારા ગ્વાદર બંદરનું પણ નિર્માણ થઈ રહ્યું છે.

એકંદરે આ પ્રોજેકટમાં ચીનને પાકિસ્તાન કરતા વધુ લાભાલાભ છે. માટે આ પ્રોજેકટ ઉપર બાજ નજર રાખવા ચીને બે સેટેલાઈટ અવકાશમાં તરતા મૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.