Abtak Media Google News

ચાઇનીઝ કંપનીઓ અને વેબસાઇટ્સ પર સરકારે કડક પગલાં લેવાનું નક્કી કર્યું હોવાથી લોકપ્રિય ચીની ઇ-કૉમર્સ ક્લબ ફેક્ટરી ,અલી એક્સપ્રેસ અને બીજી અન્ય ઈ-કોમર્સ વેબસાઇટ ભારતમાં બંધ થવાને આરે છે.

છેલ્લા કેટલાક સમયમાં, ગ્રાહકોએ ક્લબ ફેક્ટરી, અલી એક્સપ્રેસ અને અન્ય ચાઇનીઝ ઇ-કૉમર્સ વેબસાઇટ પરથી મોટા પ્રમાણમાં સસ્તી વસ્તુની ખરીદી કરી છે. ચાઇનીઝ એપ્લિકેશન્સ,વેબસાઇટ પરથી માલ-સામાનની ખરીદી શા માટે જોખમમાં છે તે જાણવું જરૂરી છે.

ક્લબ ફેક્ટરી જેવી કંપનીઓ સસ્તી પ્રોડક્ટોનું વેચાણ કરે છે અને ખરીદી ઉપરાંત ગ્રાહકોને અન્ય વસ્તુઓ ગિફ્ટ સ્વરૂપે આપીને લોકોને આકર્ષવામાં આવે છે. જે લોકોને ખરીદી કરવામાટે આકર્ષે છે.આમ કરી ઇકોમર્શ કંપનીઓ મોટોવેપલો કરે છે. રૂપિયા 5,000 સુધીની કિમતની કોઈપણ વસ્તુ વિદેશથી આયાત કરવામાંઆવે છે જેનો કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી.

ભારતીય ઈ-કૉમર્સ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું કે અલી એક્સપ્રેસ , ક્લબ ફેક્ટરી અને અન્ય ચાઇનીઝ  કંપની જીએસટી અથવા કસ્ટમ ડ્યુટી ચૂકવતી નથી જેનો તેમને લાભ ઉઠાવ્યો છે.ચાઇનીઝ કંપનીઓ આયાત ડ્યૂટી ચૂકવવાનું ટાળવા ભારત પોસ્ટ દ્વારા નહીં પણ ચીન પોસ્ટ મારફત તેમનો માલસામાન મોકલે છે જેથી કોઈ આયાત ડ્યૂટી લાગતી નથી.

ચાઇનીઝ શોપિંગ સાઇટ્સસામે બીજા અન્ય આરોપ એ છે કે તેઓ બૉક્સીસ પર મહત્તમ રીટેલ કિંમત દર્શાવતા નથી. પેકેજ્ડકોમોડિટીઝ રુલ્સ 2017 મુજબ કિમત(એમઆરપી) દર્શાવી ફરજિયાત છે. આ પહેલા પણ ક્લબ ફેક્ટરી પરઓનલાઇન ખરીદીની વેબસાઇટ પર ઓર્ડર આપીપેમેન્ટ કર્યા બાદ વસ્તુ ન આવતા વેબસાઇટના ટ્રોલ ફ્રી નંબર પર વાતચીત દરમિયાન ઓનલાઇન ઓર્ડર આપનારના ચાલુ ખાતામાંથી રૂ. 33,225 ઉપાડી લેતા ઓનલાઇન છેતરપીંડીનો આરોપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.