Abtak Media Google News
 • 1960 થી 1970ના દશકામાં રોમેન્ટિક સફળ ફિલ્મો કરનાર જોયમુખર્જીની ફિલ્મ ‘લવ ઇન ટોકીયો’ આજે પણ યાદ કરે છે જાણિતા ગાયક કલાકાર કિશોરકુમારના તેઓ ભાણેજ હતા: તેની લગભગ બધી ફિલ્મો હીટ ગીત-સંગીતને કારણે સફળ થઇ હતી
 • તેમના પિતા જાણીતા ફિલ્મ નિર્માતા શશધર મુખર્જી હતા અને તેના બન્ને ભાઇઓ દેવ મુખર્જી પણ ફિલ્મ કલાકાર હતા: તેમના પુત્ર સુજોય મુખર્જીએ બે-ત્રણ ફિલ્મો સાથે ટેલીવિઝન શ્રેણી નિર્માણ કરી હતી
 • Capture 7

જૂના ફિલ્મો તેના ગીત-સંગીત અને તેની સ્ટોરીને કારણે આજે પણ લોકો યાદ કરે છે. ભારત ભૂષણ, અશોક કુમાર, પ્રદિપ કુમાર, બિશ્ર્વજીત, રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર, સુનિલ દત્ત, શશી કપૂર, શમ્મી કપૂર જેવા ઘણા કલાકારોએ 1950 થી 1960 બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોમાંઅને 1960 થી 1970ના દશકામાં રોમેન્ટિક કલર ફિલ્મોને તેના અભિનય વડે સફળ બનાવી હતી. આ ગાળામાં ઘણા ચોકલેટી હિરોના આગમનમાં સૌથી મોખરે બોલીવુડના સૌથી ઉંચા અને રૂપકડા કલાકાર જોય મુખર્જીનું નામ પ્રથમ આવે છે.

Maxresdefault 1 1

1960 થી 1970ના દશકામાં લવ ઇન સીમલા, એક મુસાફિર એક હસીના, ફિર વોહી દિલ લાયા હું, જીદ્ી, લવઇન ટોકીયો, શાર્ગીદ અને હમ સાયા જેવી સફળ ફિલ્મોને કારણે તેઓ યુવા દિલોની ધડકન બની ગયા હતા. તેમના પિતા જાણીતા ફિલ્માલય સ્ટુડીયોના માલિક અને ફિલ્મ નિર્માતા હોવાથી અભિનયનો વારસો જન્મજાત મળ્યો હતો. મોહમ્મદ રફીના અફલાતૂન ગીતો જોય મુખર્જીની ફિલ્મોના વધારે જોવા મળે છે. તેમની ફિલ્મ લવ ઇન ટોકીયો 1967માં આખી ફિલ્મ વિદેશમાં બની હતી. તેમની બધી ફિલ્મોના ગીતો હીટ થઇ જતાં અને દર વર્ષેએ ગાળામાં તેની ત્રણ-ચાર ફિલ્મો હીટ થઇ હતી.

ફિલ્મ જગતના સૌથી ઉંચા અને રૂપાળા કલાકાર જોય મુખર્જીનો જન્મ યુ.પી.ના ઝાંસી શહેરમાં 24 ફેબ્રુઆરી 1939માં થયો હતો. 1960 થી 1970ના દશકામાં તે દિલની ધડકન હતા. તેમની લગભગ ફિલ્મો સંગીતમય રીતે હીટ હતી. જોય મુખર્જી તેના સમયમાં ખૂબ જ જાણીતા અભિનેતા હતા. જાણીતા ફિલ્મ નિર્માતા શશધર મુખર્જી તેમના પિતા હતા. તેના બે ભાઇ દેવ મુખર્જી અને શોમુ મુખર્જી હતા,

Love In Tokyo 306X393 1

જેમાં શોમુ મુખર્જીએ અભિનેત્રી તનુજા સાથે લગ્ન કર્યા હતા. તેમની બે પુત્રી કાજોલ અને તનીષા હતી. જાણીતી અભિનેત્રી કાજોલનાં જોય મુખર્જી કાકા હતા તો જાણીતા ગાયક કલાકાર કિશોર કુમાર, અભિનેતા અશોક કુમાર અને અનુપકુમાર તેમનાં મામા હતા. તેમનું અવસાન 9 માર્ચ 2012માં મુંબઇ ખાતે થયું હતું. તેનો સફળ દશકો 1960 થી 70 રહ્યો હતો.

જાણીતા ફિલ્મ નિર્માતા અને ફિલ્માલય સ્ટુડિયોના સંસ્થાપક શશધર મુખર્જીએ કિશોર કુમારની બેન સતી દેવી સાથે લગ્ન કર્યા હતા. જોય, દેવ અને શોમુ તેના સંતાનો હતા.

પિતાના પગલે ત્રણેય ભાઇઓ ફિલ્મ ક્ષેત્રે ખૂબ જ સફળ થયા હતા. દહેરાદૂનમાં શિક્ષા મેળવી જોય મુખર્જીએ નિલમ સાથે લગ્ન કર્યા હતા. તેના બે પુત્રો મોત જોય અને સુજોય તથા પુત્રી સિમરન છે. પુત્ર સુજોય એક-બે ફિલ્મ સાથે ટેલીવિઝન શ્રેણી પણ કરી હતી.

જોય મુખર્જીએ આર.કે. નૈયર નિર્મિત 1960માં જાણીતી અભિનેત્રી સાધના સાથે ફિલ્મ ‘લવ ઇન સિમલા’થી ફિલ્મ કેરીયર શરૂ કરી હતી, ને સફળ રહેતા દશકા સુધી હિટ ફિલ્મો આવી. જોય મુખર્જી અને આશા પારેખની જોડી ખૂબ જ જામી હતીને ઘણી ફિલ્મો સુપર ડુપર રહી હતી.

આ જોડીની ફિર વોહી દિલ લાયા હું, લવ ઇન ટોકીયો ખૂબ જ સફળ રહી હતી. સાયરા બાનુ સાથે આઓ પ્યાર કરે અને શાર્ગીદ હીટ રહી હતી. વેજયંતીમાલા સાથે ઇશારા અને રાજશ્રી સાથે ‘જી ચાહતા હે’ જેવી સફળ ફિલ્મો કરી હતી.

1970ના ગાળામાં ઓછુ કામ મળવાને કારણે ફિલ્મો બંધ થતા તેને નિર્માણ-નિર્દેશક ક્ષેત્રે શરૂઆત કરી હતી પણ તેની ફિલ્મો બહુ ચાલી નહી. તેના હોમ પ્રોડક્શનમાં 1972માં “એક બાર મુશ્કુરા દો” ફિલ્મ બનાવી જેમાં દેવ મુખર્જી ભાભી તનુજા હોવા છતા સફળતા ન મળતા જોય મુખર્જી સિલ્વર સ્ક્રીનથી દૂર થઇ ગયા. ફરી 1977માં રાજેશ ખન્નાને લઇ ‘છૈલા બાબુ’ ફિલ્મ બનાવી જે તેની સૌથી સફળ ફિલ્મ રહી હતી.

Joymukherji630

‘લવ ઇન બોમ્બે’ ફિલ્મમાં ખોટ ગઇ હતી તે આ ફિલ્મે પુરી કરી હતી. જોય મુખર્જીએ વિલન તરીકે 1985માં ‘ઇન્સાફ મે કરૂંગા’માં કામ કર્યું હતું. આ તેની સૌથી સફળ છેલ્લી ફિલ્મ હતી.

તેમણે પોતાના ડબલ રોલની ફિલ્મ “હમ સાયા” બનાવી પણ તે બહુ સફળ ન રહી પણ તેના સુંદર ગીતો આજે પણ લોકો ગુનગુનાવે છે. ‘લવ ઇન બોમ્બે’ જોય મુખર્જીએ ફિલ્મ બનાવીને તે નાણા ભીડમાં આવી ગયા હતા. 1973ની ‘લવ ઇન’ સીરીઝની ત્રણ ફિલ્મો તેમણે કરી જેમાં લવ ઇન સિમલા (1960), લવ ઇન ટોકીયો (1966) અને લવઇન બોમ્બે જે રીલીઝ પણ ન કરી શકાય તેવી આર્થિક મુશ્કેલી આવી હતી.

Capture 9

આ ફિલ્મને તેની પત્નીએ 40 વર્ષ પછી રીલીઝ કરી હતી. લવ ઇન બોમ્બે ફિલ્મ તેના જીવન સાથે જોડાયેલી ફિલ્મ હતી. જોય મુખર્જી ઉપર 37 જેટલા કેસ પણ થયા હતા.

જોય મુખર્જીની હીટ ફિલ્મોમાં જીદ્ી, લવ ઇન ટોકીયો, ફિર વહી દિલ લાયા હું અને એક મુસાફિર એક હસિના જેવી હતી. ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને રાજેશ ખન્ના જેવા કલાકારો આવતા ફિલ્મ નિર્માણમાં તેમણે લવ ઇન બોમ્બે (1974) છૈલા બાબુ (1977) સાંજ કી બેલા (1971) અને ઉમ્મીદ (1989)માં બનાવી હતી.

જોય મુખર્જીની લગભગ બધી ફિલ્મોના ગીતો 1970ના દશકામાં આવી હતી. 1966માં આવેલી તેમની ફિલ્મ ‘યે જીંદગી કિતની હસીન હે’ વિદેશમાં શુટીંગ થઇ હોય તેવી પ્રથમ ફિલ્મ હતી.

Capture 8

મોહમ્મદ રફીએ જોય મુખર્જી માટે ખૂબ જ સુંદર ગીતો ગાયા છે. જોય એક ચોકલેટી હિરો હતા. એક જ વર્ષમાં ત્રણવાર ત્રણ હિટ ફિલ્મો આપનાર તે પ્રથમ અભિનેતા હતા. તેમની ફિલ્મ ‘લવ ઇન ટોકીયો’ આખી ફિલ્મ વિદેશમાં બની હતી.

જોય મુખર્જીના ફિલ્મ ગીતો આજે પણ રીમીક્સ થઇને મોબાઇલની રીંગ ટોનમાં યુવા વર્ગ વગાડી રહ્યા છે. “લે ગઇ દિલ ગુડીયા જાપાન કી” લવ ઇન ટોકીયોનું ગીત ગમે ત્યારે આજે પણ સાંભળીયે ત્યારે ચોકલેટી હીરો જોય મુખર્જી યાદ આવી જ જાય છે. મુંબઇમાં એક રોડનું નામ તેના નામથી નામકરણ કરાયું હતું.

જોય મુખર્જીની એતિહાસિક ફિલ્મો

 • 1960 : લવ ઇન સિમલા…… અભિનેત્રી સાધના
 •  1962 : એક મુસાફિર એક હસીના….. અભિનેત્રી સાધના
 •  1963 : ફિર વોહી દિલ લાયા હું…….. અભિનેત્રી આશા પારેખ
 • 1964 : જીદ્ી …………. અભિનેત્રી આશા પારેખ
 •  1967 : લવ ઇન ટોક્યો………. અભિનેત્રી આશા પારેખ
 • 1967 : શાગિર્દ………અભિનેત્રી સાયરા બાનુ
 •  1968 : હમસાયા……….. અભિનેત્રી શર્મિલા ટાગોર, માલા સિંહા

જોય મુખર્જીએ નિર્માણ કરેલી ફિલ્મો

 •  લવ ઇન બોમ્બે (1974)      
 • છૈલા બાબુ (1977)
 • સાંજ કી બેલા (1981)         
 • ઉમ્મીદ (1989)

તેમની 1966માં આવેલી ફિલ્મ ‘યે જીંદગી કિતની હસીન હે’ વિદેશમાં શુટીંગ થઇ હોય તેવી બોલીવુડની પ્રથમ ફિલ્મ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.