Abtak Media Google News

પોલીસે હત્યાનો ભેદ ઉકેલી સસરા, બે સાળા અને પત્નીની કરી ધરપકડ

ચોટીલામાં મનહર પાર્ક સોસાયટી પાસેથી મળી થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે મૃતકના સસરા, બે સાળા અને પત્નીની ધરપકડ કરી છે. મૃતકને પાટલા સાસુની પુત્રી સાથે પ્રેમ સબંધ હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના દેવકરણ બાબુભાઈ વિકાણીને તેની ચોટીલા રહેતી પાટલા સાસુ હંસાબેન કિશોરભાઈ ખાવડીયાની પુત્રી કાજલ સાથે ચાર માસથી રાજકોટ રહેતો હતો. તેની પહેલી પત્ની પુરીબેન દેવકરણભાઈ વિકાણી તેના 3 સંતાનો સાથે પિતાના ઘરે સણોસરા ગામે રહેતી હતી.

યુવાનના માતા પિતા વાજડી ગામની સીમમાં ગીરીશભાઈ પટેલની વાડીએ મજૂરી કામ અર્થે રહેતા હતા. ત્યાં દેવકરણ અને કાજલ બંને વાજડી ગીરીશભાઈની વાડી પર જઈને ત્યાંથી કાજલને ચોટીલા તેના માતા હંસાબેનના ઘરે મૂકવા જવાનું અને પોતાની પત્ની પુરીબેન અને સંતાનોને લઈને આવવાનું કહી નીકળ્યો હતો.

રાજકોટથી દેવકરણ અને કાજલ ચોટીલા આવ્યા ત્યાંથી હંસાબેન ખાવડીયાના ઘર બાજુ જતા હતા. તે સમયે દેવકરણે કાજલને તેની માતા માર મારશે તેવું કહીને કાજલ અને દેવકરણ પાછા ફરતા તેઓ મનહર પાર્ક બાજુ હતા. કાજલના મામા રઘુ વજા તલવાણી, જાદવ ભોજા તલસાણીયા, વજા અમરશી તલસાણીયા અને દેવકરણની પત્ની પુરીબેન બધા એક સંપ કરીને લોખંડના પાઇપ અને લાકડી ધોકા જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા જેમાં યુવાનને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે ચોટીલા પોલીસ મથકના પીઆઈ જે.જે.જાડેજા સહિત ફ ફફિંરય તપાસ હાથધરી હત્યાનો ભેદ ઉકેલી મૃતકના પત્ની, સસરા અને બે સાળા સામે ગુનો નોંધી ચારેયને સણોસરા ગામેથી ગણતરીની કલાકોમાં ઝડપી પડાયા

હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.