ચોટીલા: નવાગામે સીમમાં  મશીનના સુપડા પર ચડી સેલ્ફી લેતા સમયે  નીચે પટકાતા યુવાનનું મોત

સેલ્ફીનું પરિણામ મોત

ચોટીલાના નવાગામ વિસ્તારમાં વધુ એક મોતનો બનાવ સામે આવ્યું છે ત્યારે નવાગામ સીમમાં હિટાચી મશીન ઉપર ચડી અને યુવક સેલ્ફી લઈ રહ્યો હતો તે સમયે હિટાચી મશીનના સુપડા ઉપરથી પગ લપસતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે યુવકનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે વિકાસ કુમાર બેઠા નામના યુવકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે પરપ્રાંતીય યુવક હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.ત્યારે મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવાગામ વિસ્તારમાં હિટાચી મશીન ની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન હીટાચી મશીનના આગળના ભાગે સુપડા ઉપર ચડી અને વિકાસકુમાર મોબાઇલમાં સેલ્ફી લઈ રહ્યા હતા.

તે સમયે સુપડા ઉપર ઓઇલ તેમજ ગ્રીસ હોવાના પગલે વિકાસકુમાર નો પગ લપસ્યો હતો અને નીચે પટકાયા હતા જેને લઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ હેમરેજ સાથે બ્લડિંગ થઈ જતા વિકાસ કુમારનું કરુણ મોત નીપજવા પામ્યો છે.