Abtak Media Google News

હળવદ: પાસે રોડ પર ઉભેલા  આઈસર પાછળ બોલેરો ઘુસી જતા ચાલકનું મોત

મોરબી પંથકમાં જુદાજુદા બે સ્થળોએ  અકસ્માતના  બે બનાવ નોંધાયા છે.જેમાં  માળીયાનજીક  રોંગ સાઈડમાં ઘસી આવેલા  ડમ્પરે   ઈકોને ઠોકર મારતા  યુવાનનું મોત નિપજયું હતુ. જયારે હળવદ નજીક  રોડની સાઈડમાં અડચણરૂપ ઉભેલા  આઈસર પાછળ  બોલેરો ઘુસી જતા  ચાલકનું કમમાટી ભર્યું મોત નિપજયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામમાં રહેતાગુંજનભાઈ મોહનભાઈ  રાજગોર નામના 36 વર્ષનો યુવાન પોતાની જી.જે.12 ડી.જી. 4308 નંબરની ઈકો કાર લઈને માળીયા  પાસેના કીમાળીયા હાઈવે પરથી પસાર થતો હતો. તે દરમિયાન  માણાબા ગામના પાટીયા પાસે  પહોચ્યા ત્યારે સામેથી રોગસાઈડમાં ઘસી આવેલા જી.જે.12 બી.ટી. 5942 ડમ્પરના ચાલકે ઈકોકારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા  ગુંજનભાઈ રાજગોરને સારવાર મળે તે પહેલા જ  તેનુંમોત નિપજતા  પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો અન્ય  બનાવમાં માતર તાલુકાના  રઘાણ જ ગામે રહેતા પોપટભાઈસોમાભાઈ   ઠાકોર   નામના 60 વર્ષનાં યુવાન પોતાની જી.જે.27 એકસ  9587 નંબરની બોલેરો પીકઅપ લઈ હળવદના  નવા ધનાળા પાટીયાપાસેથીપસારથતા હતા.

તે દરમિયાન રોડ પર અડચણરૂપ   ઉભેલા જી.જે.12 બી.એકસ. 4547 નંબરનું આઈસર  પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં  બોલેરો  પીકઅપના  પોપટભાઈનું સારવારમાં મોત નિપજયું હતુ. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.