Abtak Media Google News

આજીડેમ પાસે ખાડામાં પડેલા સગીરનું મોત: કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાયું

શહેરમાં આજરોજ જુદા જુદ ફબય સ્થળોએ આકસ્મિક મૃત્યુના બે બનાવ સામે આવ્યા છે. જેમાં વિરાણી અઘાટમાં નાહતી વેળાએ વીજશોક લાગતા પરપ્રાંતીય યુવાનનું મોત થયું છે. જ્યારે અન્ય બનાવમાં આજી ડેમ પાસે ભેડિયા વિસ્તારમાં વહેલી સવારે ખાડામાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા સગિરનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું છે. પોલીસે મોતનું સચોટ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવવા માટે તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રગતિ મેઇન રોડ પાસે આવેલા વિરાણી અઘાટમાં રહેતા અને કારખાનામાં કામ કરતા રામકુમાર જગદીશ પ્રસાદ ગુપ્તા નામના 25 વર્ષના યુવાનનું પોતાના બાથરૂમમાં ન્હાતી વેળાએ વિજ શોક લાગતા મોત નિપજ્યું હતું.

આ અંગે પોલીસમાં જાણ થતા પોલીસનો કાપલો કાપડ તોડ હોસ્પિટલ દોડી ગયો હતો જ્યાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રામકુમાર ગુપ્તા છેલ્લા ચાર મહિનાથી હાર્ડવેરના કારખાનામાં કામ કરતો હતો આજ રોજ સવારે પોતે ના વાગે ત્યારે ટુવાલ લેવા જતી વેળાએ વિજ તારને અડી જતા તેને શોક લાગ્યો હતો.

યુવાને શોખ લાગતા જ તેની સાથે કામ કરતા કર્મચારીઓ અને કારખાનાના માલિકે તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડતા પરિવારમાં આક્રદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજીડેમ નજીક કિસાન ગૌશાળા પાસે મેલડી માતાના મંદિરવાળા રસ્તા પર આવેલા શ્રીજી સ્ટોન ભરડીયામાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં એમપીના યુવાનની ઘરે બે ત્રણ દિવસથી તેના મિત્રનો 15 વર્ષનો પુત્ર રોકાવા આવ્યો હોઇ તે આજે સવારે ભરડીયાની રૂમથી આગળ ખાડામાંથી કણસતો મળી આવતાં હોસ્પિટલમાં ખસેડવમાં આવતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મુળ એમપીના કપિલમુનિ સંતોષકુમાર શાહુ (ઉ.વ.15)ના પિતા હાલ ભરૂચ હોઇ પોતે પિતાના મિત્ર રામનરેશ કે જે રાજકોટ આજીડેમ પાસે ભરડીયામાં કામ કરે છે તેને ત્યાં બે ત્રણ દિવસ પહેલા રોકાવા આવ્યો હતો. આજે સવારે પાંચેક વાગ્યે કપિલમુનિ રૂમમાં જોવા ન મળતાં રામનરેશ તેને શોધવા નીકળતાં તે ભરડીયા પાસે ખાડામાં કણસતી હાલતમાં મળ્યો હતો. એમ્બ્યુલન્સ બોલાવી જી. ટી. શેઠ હોસ્પિટલમાં ખસેડયો હતો. રસ્તામાં તેને ઉલ્ટીઓ પણ થઇ હતી. અહિ તબિબની પ્રાથમિક તપાસમાં ગળા પર સોજો આવી ગયાનું જણાવાયું હતું. વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્યુ થયું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તે વહેલી સવારે ઓરડી બહાર લઘુશંકા કરવા ગયા બાદ કંઇક કરડી જતાં દુ:ખાવો ઉપડયો કે પછી બીજી કોઇ બિમારીથી આમ થયું? તે અંગે રહસ્ય સર્જાયું હોઇ મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.