Abtak Media Google News

અબતક, નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડના વર્તમાન વડાપ્રધાને રાજીનામાની જાહેરાત કર્યા બાદ હવે આગામી વડાપ્રધાન તરીકે ક્રિસ હિપકિંસના નામની જાહેરાત કરવામાં આવી છે.

પાર્ટીનું નેતૃત્વ કરનારા એકલા ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા બાદ ક્રિસ હિપકિંસ ન્યૂઝીલેન્ડના આગામી પ્રધાનમંત્રી તરીકે જૈસિંડા અર્ડર્નની જગ્યા લેવા માટે તૈયાર છે. લેબર પાર્ટીએ શનિવારે કહ્યું કે, રવિવારે લેબર પાર્ટીના 64 સાંસદો અથવા કોકસની બેઠકમાં નવા નેતા તરીકે ક્રિસ હિપકિંસના નામની પુષ્ટિ થવાની આશા છે. જ્યારે ગુરુવારે સૌને ચોંકાવતા એક જાહેરાતમાં હાલના પીએમ જૈસિંડા અર્ડર્ને ક્હ્યું કે, તે દેશનું પીએમ પદ છોડી દેશે અને ફરીથી ચૂંટણી લડશે નહીં.

પહેલી વાર 2008માં લેબર પાર્ટી માટે સંસદ માટે ચૂંટાયેલા ક્રિસ હિપકિંસ (44 વર્ષ) નવેમ્બર 2020માં કોવિડ 19 માટે મંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોરોના મહામારી માટે સરકારના ઉપાયગોને લાગૂ કરવાથી તેમનું નામ ઘરે ઘરે પહોંચ્યું હતું. હિપકિંસ હાલમાં સમયમાં પોલીસ, શિક્ષણ અને સાર્વજનિક સેવા મંત્રી હોવાની સાથે સાથે સદનના નેતા પણ છે.

સ્થાનિક મીડિયા સંગઠનના સ્ટાફે એક સર્વેમાં બતાવ્યું છે કે, તેમાં સામેલ 26 ટકા લોકોના સમર્થન સાથે ક્રિસ હિપકિંસ વોટરોની વચ્ચે પીએમ પદના સૌથી લોકપ્રિય ઉમેદવાર હતા. હવે રવિવારે પ્રથમ બેઠકમાં લેબર પાર્ટીના સાંસદો હિપકિંસની ચૂંટણીની પુષ્ટિ કરવાની ઔપચારિકતાની પ્રક્રિયા કરવાની આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.