Abtak Media Google News
  • વડાપ્રધાને નવી દિલ્હીમાં સંકલિત સંકુલ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કર્યો

National News : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.

Employment

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ રિમોટનું બટન દબાવીને નવી દિલ્હીમાં સંકલિત સંકુલ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ કેમ્પસ મિશન કર્મયોગીના વિવિધ ભાગો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.

દેશભરમાં 47 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે તમામ નવનિયુક્ત યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે અમે હવે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી છે. એટલું જ નહીં, સરકાર ભરતી પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે ખૂબ જ ઉત્સુક છે. આ સાથે દરેક યુવાનોને પોતાની ક્ષમતા સાબિત કરવાની સમાન તક મળવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.