Abtak Media Google News

શિરડી, જબલપુર, વિજયવાળા અને જામનગર એમ દેશના વધુ ચાર એરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સીકયુરીટી ફોર્સ તૈનાત થશે એરપોર્ટ પર હાઇજેક, બોમ્બ જેવી આતંકી ગતિવિધીઓને રોકવા હાલ દેશના ૫૯ સીવીલ એરપોર્ટ પર  CISF  કાર્યરત

ગુજરાતના જામનગર એરપોર્ટ સહીતના દેશના વધુ ચાર એરપોર્ટને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સીકયુરીટી ફોર્સ સી.આઇ. એસ.એફ.નું સુરક્ષા કવચ મળશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે થોડોક સમય પહેલા આ માટે સુચન કર્યુ હતું પરંતુ અમુક ઇસ્યુ ઊભા થતા ચાર એરપોર્ટને સીઆઇએસએફ સુરક્ષા હજુ સુધી અપાઇ ન હતી. જે હવે આગામી એક માસમાં મળશે.

Advertisement

મહારાષ્ટ્રના શીરડી, ગુજરાતના જામનગર મઘ્યપ્રદેશના જબલપુર અને આંધપ્રદેશના વીજયવાળા એમ ચાર એરપોર્ટને સીઆઇએસએફ અંતર્ગત સુરક્ષા આગામી એક માસમાં પ્રદાન થશે. જણાવી દઇએ કે એરપોર્ટ પર હાઇઝેક, બોમ્બીંગ જેવી વિવિધ આતંકી ગતિવિધીઓને રોકવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સીકયુરીટી ફોર્સનો સહારો લેવાય છે. અને આ ફોર્સને એરપોર્ટ પર મુકવામાં આવે છે. હાલ દેશના ૫૯ સીવીલ એરપોર્ટ પર સીઆઇએસએફ કાર્યરત છે.

અધિકારીઓએ આ વિશે વધુ માહીતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે થોડો સમય અગાઉ આ ચાર એરપોર્ટ પર સીઆઇએસએફ ની ટકુડી મુકવા આદેશ કર્યો હતો. પરંતુ અમુક બાબતોને કારણે આ બાબતે મોડું થયું હતું.

જામનગર, શીરડી, જબલપુર અને વીજયવાડા સીવીથી એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રકચર સીકયુરીટીને ઘ્યાને લઇ ગૃહ મંત્રાલયે સીઆઇએસએફ તૈનાત કરવા આદેશ આપ્યો હતો અને ઇન્ફ્રાસ્ટ્રકચર સીકયુરીટીને લગતા પ્રશ્ર્નો સુલજાવવા અતિજરુરી બન્યા છે. જેથી હવે એકમાસમાં આ એરપોર્ટો પર સીઆઇએસએફનું સુરક્ષા કવચ મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.