Abtak Media Google News
  • પોલીસે કાર, વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત 2.69 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી લજાઈ રોડ ઉપર આવેલ ચીલફિલ ફૂડ નામના કારખાના નજીકથી આઈ-20 કારમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરના ટીનનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે નીકળેલ બે યુવકને ટંકારા પોલીસે ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે કાર તેમજ વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.2,69,060/- કબ્જે લઇ બંને આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી લજાઈ રોડ ઉપર ચીલફિલ ફૂડ કારખાના નજીક શાંજસ્પદ હાલતમાં પસાર થયેલ આઈ-20કાર રજી.જીજે-01-આરડી-7157ને રોકી તેની તલાસી લેતા કારની પાછળની સીટમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી-વોડકાની 750એમએલની 175 બોટલ તથા ચપલા નંગ 43 તેમજ બિયરના ટીન 72 મળી આવતા આ સાથે આરોપી રવિભાઇ ભાવેશભાઇ રામાનુજ ઉવ-24 રહે-લજાઇ મેઇનબજાર તા- ટંકારા જી-મોરબી, મનિષભાઇ પ્રભાતભાઇ વિઠલાપરા ઉવ-36 રહે-ધ્રવનગર તા- ટંકારા જી-મોરબીને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આઈ-20 કાર રૂ.2 લાખ અને વિદેશી દારૂનો જથ્થો રૂ.69,060/- એમ કુલ રૂ.2,69,060/-નો  મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોબધી  આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.