Abtak Media Google News

તંત્રની ઉણપથી તોફાની તત્ત્વોને દંડવામાં ગંભીર ભુલો થતાં ઉત્તરપ્રદેશ સરકાર બચાવની સ્થિતિમાં

કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા કાયદામાં સુધારો કરીને પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક દમની ભારતમાં શરણાર્થી તરીકે આવેલા બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ કાયદા સામે વિપક્ષી પાર્ટીઓ અને અનેક મુસ્લિમ સંસ્થાઓ દ્વારા દેશભરમાં મોટા પ્રમાણમાં આંદોલનો થઈ રહ્યાં છે. જેથી આ કાયદા અંગેની આંદોલનો થઈ રહ્યાં છે. જેથી આ કાયદાની અસમંજસને દૂર કરવા ભાજપે લોકોને સમજણ આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે.  ઉપરાંત ભાજપ દ્વારા દેશભરમાં આગામી તા. ૫ થી ૧૫ સુધી આ મુદ્દે જનજાગૃતિના કાર્યક્રમો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે વિગતો આપતા ભાજપના મહામંત્રી અનિલ જૈને જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા નાગરિકતા સુધારા કાયદા અંગે નાગરિકોમાં રહેલી ગેરસમજણને દૂર કરવા માટે નેશનલ ટોલ ફ્રી શરૂ કર્યો છે. જેમાં નાગરિકો મીસકોલ મારીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે ભાજપ પક્ષ દ્વારા આગામી તા.૫ થી ૧૫ એમ ૧૦ દિવસ સુધી દેશભરમાં આ કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજશે જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ સહિતના રાષ્ટ્રીય નેતાઓ તથા પ્રાદેશીક નેતાઓ જઈને લોકોને નવા નાગરિકતા કાયદાની જોગવાઈ અંગે સમજણ આપશે.

7537D2F3 2

નાગરિકતા કાયદા મુદ્દે ઉત્તરપ્રદેશમાં થયેલા પ્રદર્શનોમાં તોફાનીઓ દ્વારા મોટાપાયે જાહેર સંપતિને નુકશાન કરવામાં આવ્યું તું. આ જાહેર સંપતિને થયેલા નુકશાનનું વળતર મેળવવા યોગી સરકારે તોફાનીઓને ઓળખી કાઢીને તેમની પાસેથી નુકશાનની રકમ વસુલવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે અનેક શહેરોમાં મોટા પ્રમાણમાં તોફાનીઓને નોટિસો આપવામાં આવી છે. આ કામગીરીમાં તંત્રની ઉણપના કારણે મૃત્ત વ્યક્તિને તથા વયોવૃદ્ધ વ્યક્તિઓને પણ નોટિસો પાઠવી દેવામાં આવી છે. જેથી આ અંગે વિવાદ થતા ઉત્તરપ્રદેશ સરકાર બચાવની સ્થિતિમાં આવી જવા પામી છે.

ફિરોઝાબાદમાં ૨૦ ડિસેમ્બરે થયેલા પ્રદર્શનો અને હિંસા બાદ પોલીસે એવા ૨૦૦ લોકોની ઓળખ કરીને નોટિસ મોકલી હતી જેમાં એક મૃત વ્યક્તિ અને શહેરના કેટલાક વૃદ્ધ લોકોના નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિરોઝાબાદમાં એક નોટિસ એવા વ્યક્તિ બન્ને ખાનની ઘરે પહોંચી જેનું છ વર્ષ પહેલા મોત થઈ ચૂકયું છે. બન્ને ખાનના પુત્ર મોહમ્મદ સરફરાજ ખાને જણાવ્યુ કે, મારા પિતા જે છ વર્ષ પહેલા દિવંગત થયા છે. પરંતુ પોલીસે સીઆરપીસીની કલમ ૧૦૭ અને ૧૧૬ અંતર્ગત કેસ દાખલ કર્યો છે, કારણ કે પોલીસને લાગે છે કે એ (પિતા) જાહેર શાંતિનો ભંગ કરી શકે છે. ગત સોમવારે પોલીસે સરફજરાજના ઘરે પહોંચી અને તેમને નોટિસ આપી. સરફરાજ કહે છે કે , પોલીસે કહ્યું કે મારા પિતાએ મેજીસ્ટ્રેટ સામે રજૂ થવું પડશે અને સાત દિવસની અંદર જામીન લેવા પડશે અન્યથા ધરપકડ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.