Abtak Media Google News

શું આવતા દિવસોમાં મહારાષ્ટ્રમાં કમળ સોળે કળાએ ખીલશે કે રાજકીય દાવપેંચના કાદવમાં મુરજાઈ જશે

ભાજપ-સેના વચ્ચેનો સર્વોપરીતાનો જંગ ચેસની રમતના ‘ચેક-મેટ’ સમાન બની ગયો છે !!!

કહેવાય છે કે, ઈતિહાસ દરેક ઘટનાનું પુનરાવર્તન કરતું હોય છે. આ બાબત મહારાષ્ટ્રની હાલની રાજકીય પરિસ્થિતિમાં યથાર્થ કરી રહી છે. દાયકાઓથી દેશના રાજકારણની ધરી સમાન રહેલા મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલી સત્તાની સર્વોપરીતા દેશના રાજકારણમાં ભુકંપ સર્જે તેવી સ્થિતિઉભી થવા પામી છે. એક સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં દબદબો ધરાવતા કોંગ્રેસમાં વ્યક્તિની સર્વોપરિતાના મુદ્દે એનસીપીનો ઉદય થયો હતો. એનસીપીના ઉદય સમયે શરદ પવારને શિવસેના સુપ્રીમો બાબા સાહેબ ઠાકરેએ મદદ કરી હતી. જ્યારે મુંબઈમાં સર્વોપરિતા મેળવવા ગુજરાતીઓના વર્ચસ્વને ખતમ કરવા ઠાકરેએ શરૂ કરેલી ‘આમચી મુંબઈ’ ચળવળને પવારનો છુપો ટેકો હોવાનું મનાય છે. પરંતુ બદલાતા જતા હાલના રાજકીય પરિપેક્ષ્યમાં મહારાષ્ટ્રના દરેક રાજકીય પક્ષો પોતાની સર્વોપરિતા સાબિત કરવા પ્રયાસો કરી રહ્યાં છે.

દાયકાઓથી મહારાષ્ટ્ર દેશની રાજકીય ચળવળનું મધ્યબિંદુ રહ્યું છે. મુગલ બાદશાહ ઓરંગઝેબની દેશભરમા આણ પ્રવર્તતી હતી ત્યારે એક સેના નાયકના પુત્ર શિવાજી મહારાજે હિન્દુવાદના મુદ્દા પર ઓરંગઝેબ સહિતના મુસ્લિમ બાદશાહો સામે ન્હોર ભરાવીને પોતાનું આગવું હિન્દુ સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. આઝાદીકાળ દરમિયાન પણ મહારાષ્ટ્રની રાજકીય ખાસિયતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ વર્ધામાં આશ્રમ સપીને સ્વદેશીની ચળવળને પ્રબળ બનાવી હતી. ડો.બલીરામ હેડગેવારે હિન્દુત્વના મુદ્દા પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સપના નાગપુરમાં કરી હતી ત્યારથી નાગપુર હિન્દુત્વની ચળવળનું મધ્યબિંદુ બન્યું છે.

ગાંધીજીના પાકિસ્તાન પ્રત્યેના વધુ પડતા હઠાગ્રહ સામે મહારાષ્ટ્રની હિન્દુ મહાસભામાં સૌપ્રથમ વખત આક્રોશ વ્યકત યો હતો. જેથી હિન્દુ મહાસભાના અગ્રણી કાર્યકર નથુરામ ગોડસેએ આક્રોશમાં ગાંધીજીની હત્યા કરી નાખી હતી. બાલ ગંગાધર ટીલકે નાત-જાતના વાડાઓમાં વિખરાયેલા હિન્દુઓને સંગઠીત કરવા સાર્વજનિક ગણેશોત્સવનાં પ્રારંભ પુનાથી કર્યો હતો જે આજે દેશભરમાં દર વર્ષે હર્ષોલ્લાસી ઉજવવામાં આવે છે. આઝાદી બાદ કોંગ્રેસ પક્ષ પર ઈન્દિરા ગાંધીનું એકચક્રી વર્ચસ્વ હતું ત્યારે મહારાષ્ટ્રના યશવંતરાવ ચૌહાણે પોતાની રાજકીય ક્ષમતાથી ઈન્દિરાના એકચક્રી શાસન સામે પડકાર ઉભો કર્યો હતો. જેથી, ઈન્દિરા ગાંધીએ યશવંતરાવ ચૌહાણને નાયબ વડાપ્રધાન બનાવવા પડયા હતા.

યશવંતરાવ ચૌહાણ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં યુવા નેતા તરીકે ઉભરી આવેલા શરદ પવારે પોતાની રાજકીય તાકાતથી રાજ્યના રાજકારણમાં ભારે વર્ચસ્વ ઉભુ કર્યું હતું. એક સમયે પવારની રાજકીય મહત્વકાંક્ષા એટલી પ્રબળ બની ગઈ હતી કે, તેમને પોતાના માટે કોંગ્રેસ પક્ષ ટુકો લાગવા માંડ્યો હતો. જેથી તેમને સોનિયાના વિદેશી મુળનો પ્રશ્ર્ન ઉભો કરીને એનસીપીની સ્થાપના કરી હતી. એનસીપી પક્ષ પવારની અપેક્ષા મુજબ કદી એકલે હથે સત્તા તો મેળવી શકી નથી પરંતુ એનસીપીએ કોંગ્રેસની વોટબેન્ક તોડી નાખી હતી. એક સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસ પ્રથમ નંબરે, એનસીપી બીજા નંબરે, શિવસેના ત્રીજા નંબરે અને ભાજપ ચોથા નંબરે હતું. પરંતુ બદલાતા જતા રાજકીય પરિપેક્ષ્ય અને હિન્દુ-મુસ્લિમ કોમી રમખાણો બાદ ૧૯૯૩ના બોમ્બ ધડાકામાં દાઉદ ગેંગની સામેલગીરી બાદ હિન્દુવાદ પ્રબળ બનતા શિવસેના રાજ્યમાં પ્રથમ નંબરે આવી ગયો હતો. ભાજપ બીજા નંબરે જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે અને એનસીપી ચોથા નંબરે પહોંચી ગયા હતાં.

આમ, મહારાષ્ટ્રનાં રાજકારણ હંમેશા દેશના રાજકારણનું કેન્દ્રબિંદુ રહેવા પામ્યું છે. આવા મહારાષ્ટ્રમાં ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને શિવસેના માટે પ્રતિષ્ઠાના પ્રશ્ર્ન સમાન હોય બન્ને પક્ષો યુતિ કરીને સાથે લડવાના બદલે એકલે હાથે લડયા હતા. પરંતુ ભાજપ કે શિવસેનાનો કોઈપણ સ્પષ્ટ બહુમતિ મળી ન હતી જેથી જાન્યુઆરીમાં શિવસેનાએ ભાજપને મોટાભાઈ તરીકે સ્વીકારીને ગઠબંધનમાં ફડણવીસ સરકારમાં જોડાયા હતા પરંતુ સત્તામાં જોડાયા છતાં પણ શિવસેના સમયાંતરે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના અનેક નિર્ણયોની ટીકા કરતું રહ્યું હતા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મને ક મને ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા રાજકીય ગઠબંધન કર્યું હતું. પરંતુ પરિણામમાં ૨૮૮ બેઠકોમાંથી ભાજપને ૧૦૫ બેઠકો શિવસેનાને ૫૬ બેઠકો એમ બહુમતિ કરતા વધારે ૧૬૧ બેઠકો મળી હોવા છતાં શિવસેના સત્તામાં ૫૦ ટકાની ભાગીદારી માંગી રહી છે.

શિવસેનાના અડગ વલણ સામે ભાજપ પણ ઝુકવાના મુડમાં ન હોય પરિણામના ૧૦ દિવસ જેવો સમય વીતી જવા છતાં હજુ સુધી નવી સરકારની રચના માટે કોઈએ દાવો કર્યો નથી. આ સ્થિતિમાં ભાજપને દબાવવા શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી સરકાર રચવાની ધમકીઓ આપી રહી છે પરંતુ શિવસેના  સાથે સરકાર રચવી એનસીપી માટે પણ કુહાડા પર પગ મારવા જેવી સ્થિતિ હોય એનસીપીએ સ્પષ્ટ કરી લીધું છે. તેઓનું શિવસેનાને સર્મન આપવાની કોઈ વિચારણા કરી નથી. આમ પણ બદલાયેલી સ્થિતિમાં મહારાષ્ટ્રન રાજકીય ધરી બદલાય રહી હોય તમામ રાજકીય પક્ષો પોતાની સર્વોપરીતા સાબિત કરવામાં વ્યસ્ત થઈ ગયા હોય નવી સરકારની રચના હજુ પણ લાંબો સમય ઘોંચમાં પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તેવી સંભાવના રાજકીય પંડિતો નિહાળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.