Abtak Media Google News

36 બસો તેમજ રપથી વધુ ફોર વ્હીલમાં યુવા મોરચાના કાર્યર્ક્તાઓ અમદાવાદ ખાતે રવાના

અમદાવાદ ખાતે આજથી દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે 36માં નેશનલ ગેમ્સના ઉદઘાટન થઈ રહયું છે તયારે આ પ્રસંગે અમદાવાદ ખાતે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડીયમમાં ઉપસ્થિત રહેવા માટે ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર યુવા ભાજપ ધ્વારા 36 બસો તેમજ રપથી વધુ ફોર વ્હીલર રવાના થયા હતા.

ત્યારે 36ની નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થઈ રહયું છે, જેમાં અમદાવાદ મુખ્ય યજમાન તરીકે છે ત્યારે લોકો આ નેશનલ ગેમ્સમાં જોડાય એ હેતુથી પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ્ા ડો. પ્રશાંત કોરાટના માર્ગદર્શન હેઠળ રાજયભરમાંથી યુવા મોરચાના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહેવા રવાના થયેલ હતા.

તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં અમદાવાદ ખાતે 36 બસો તેમજ રપ થી વધુ ફોરવ્હીલરમાં રવાના થયા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, યુવક બોર્ડના પૃથ્વીસિહ વાળા, હિરેન રાવલ, નીખીલ રાઠોડ સહીતના સાથે યુવા મોરચાના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.