સેવા પખવાડિયા અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા કાલે રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન 

સવારે 6:30 કલાકે બાલભવનના ગેઈટથી મેરેથોનનો પ્રારંભ થઈ મેયર બંગલા, રેસકોર્સ રીંગ રોડ ખાતે સમાપન: પ હજારથી વધુ યુવક-યુવતીઓ ઉમટી પડશે

શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચારને ચીરતાર્થ કરતા   પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબ, વંચિત, દલિત, આદીવાસી, પછાત અને ખેડૂતોના કલ્યાણ અને સર્વાંગિ વિકાસ થકી સમગ્ર દેશમાં ગુજરાત રોલ મોડલ ઉભુ કરી હાલ ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં તમામ ક્ષ્ોત્રે વણથંભ્યા  વિકાસને તીવ્ર ગતિમાન સાથે સમગ્ર વિશ્ર્વમાં ભારતની એક આગવી છબી ઉભી કરી ટુંકા ભવિષ્યમાં ભારતને વિકંસિત દેશની શ્રુંખલામાં સ્થાપિત કરવા માટે સંકલ્પીત વિકાસ પુરૂષ શ્રી માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સેવા, સુશાસન, અને ગરીબ કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જન્મદિવસ તા.17/9 થી તા. 2 ઓકટોબર- ગાંધી જયંતિ દરમ્યાન પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યો વડે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવનાર છે તે અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ્ા ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષ્ાતામાં રાજયભરમાં તમામ જિલ્લામાં વિધાનસભા સીટીદીઠ અને મહાનગરમાં મહાનગર સહ  ભાજપ યુવા મોરચા ધ્વારા રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે.

તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા આવતીકાલે તા.રપ/9ના સવારે 6:30 વાગ્યે બાલભવનના ગેઈટ ખાતેથી મેરેથોન નો ભાજપ અગ્રણીઓ ધ્વારા પ્રારંભ કરાવવામાં આવશે, જે કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટરનો ગેઈટ, એરપોર્ટ સામેનો ગેઈટ થઈને મેયર બંગલા, રેસકોર્ષ રીંગ રોડ ખાતે સમાપન થશે. ત્યારે આ રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન (માન. પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ) માં પ હજારથી વધુ યુવક-યુવતીઓ જોડાશે ત્યારે આ મેરેથોનમાં જોડાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાએ શહેરીજનોને જાહેર અનુરોધ કરેલ છે.