Abtak Media Google News

કોરોના મહામારી સામે લડવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ ૧૯ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પોઝિટિવ દર્દીઓ તેમજ શંકાસ્પદ દર્દીઓ માટે અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ દર્દીની સુખકારીને ધ્યાને રાખી તમામ પ્રકારની સવલતો આપવામાં આવી રહી છે. કોરોનાની કોઈ ચોક્કસ દવા નહીં હોવાથી દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિને વધારવા પર વધુ ભાર આપવામાં આવે છે જેથી દર્દીઓને પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળવો અતિ આવશ્યક છે. કોરોનાના પ્રારંભિક તબક્કામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી કર્મચારીઓ માટે શુદ્ધ અને પૌષ્ટિક આહારની વ્યવસ્થા બીએપીએસ સંસ્થાન દ્વારા કરવામાં આવી હતી પરંતુ દર્દીઓની કોઈ વ્યવસ્થા થઈ શકી ન હતી જે બાદ રાજકોટની પ્રખ્યાત હોટેલ ધ ફર્ન રેસિડેન્સી દ્વારા આ પડકારને ઝીલી આશરે એક મહિના સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે પૌષ્ટિક અને સાત્વિક આહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ મહામારીને નિયંત્રણમાં આવતા ચોક્કસ કેટલો સમય લાગી જશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ટેન્ડર બહાર પાડી અનેકવિધ સંસ્થાઓના ભાવની ચકાસણી કરવામાં આવી હતી જેમાં હોટેલ ધ ફર્ન રેસિડેન્સીના ભાવ સૌથી નીચા આવતા ટેન્ડર ધ ફર્ન રેસિડેન્સીને આપવામાં આવ્યો હતો. હાલ ધ ફર્ન રેસિડેન્સી દ્વારા સવારના નાસ્તાથી માંડીને સાંજના ભોજન સુધી કુલ પાંચ વારનું ભોજન રૂપિયા ૨૩૦ માં આપવામાં આવે છે.

રસોડામાં માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઇઝરનો ઉપયોગ કરી કર્મચારીઓ બનાવે છે રસોઈ

102

આ બાબતે ’અબતક’ની ટીમ દ્વારા ધ ફર્ન રેસિડેન્સીના સિવિલ હોસ્પિટલ ખાતે સ્થિત રસોડાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં તમામ પ્રકારની શરતોનું પાલન કરીને, માસ્ક  પહેરી, ગ્લોવસ પહેરી, વારંવાર હાથ ધોઈને જ રસોઈ બનાવે છે. તે ઉપરાંત આ સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ પણ જોવા મળ્યું હતું તેમજ રસોડા ખાતે સંપૂર્ણ સ્વચ્છતા જોવા મળી હતી. રસોડામાં શુદ્ધ અને સાત્વિક રસોઈ બનાવી દર્દીઓને હાઈજીનીક આહાર પીરસવામાં આવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

જિલ્લા કલેકટરે મંજુર કરેલા ભાવથી જ ધ ફર્ન રેસિડેન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો

આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે કોરોનામાં પ્રારંભીક તબક્કામાં જ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સ્પેશ્યલ હોસ્પિટલની સવલત ઉભી કરવામાં આવી હતી જેમાં ફક્ત કોરોના નહીં પરંતુ આ મહામરીથી પીડાતો દર્દીજો ડાયાબિટીસનો દર્દી હોય તો આ બિલ્ડીંગમાં જ તેને ડાયાલીસીસ કેન્દ્ર મળી રહે, કોઈ ગર્ભવતી મહિલા હોય તો તેના રેડીયોલોજી થી માંડી સીજીરિયન સુધીની સારવાર અહીં જ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી કોઈ ઓમ દર્દીને ચેપ લાગે નહીં. તેમણે કહ્યું હતું કે આ મહામારીની કોઈ ચોક્કસ દવા નથી જેથી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારીને જ દર્દીને સ્વસ્થ બનાવવો પડે છે જેથી આહાર એ જ દવાનો ભાગ કોરોનાના દર્દીઓ માટે ભજવે છે જેથી તમામ દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલ દર્દીઓને પ્રથમ સવારે નાસ્તો અને તેની સાથે ચા – દૂધ અને જ્યુસ આપવામાં આવે છે ત્યાબાદ ફરીવાર તેમને જ્યુસ કે અન્ય લિકવિડ આપવામાં આવે છે. તે બાદ બપોરના ભોજનમાં પૌષ્ટિક આહારમાં કઠોળ અને મીઠાઈ સહિતની વાનગી પીરસવામાં આવે છે. રાજકોટનો નિયમ છે કે બપોર પછી સૌને ચા નાસ્તો જોઈતો હોય તો ત્યારે ફરીવાર દર્દીઓને ચા – નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ રાત્રીના પણ પૌષ્ટિક, ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ આહાર આપવામાં આવે છે અંતે દર્દીઓ ઊંઘે તે પૂર્વે હળદરવાળું દૂધ કે જેનો હાલ દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત કોઈ દર્દીને ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે જુના આઇસોલેશન વોર્ડમાં કોરોના અને સ્વાઇન ફલૂ વોર્ડ એક જ બિલ્ડીંગ હતું ત્યારે હોસ્પિટલના રસોડામાંથી તમામ દર્દીઓને ભોજન પીરસવામાં આવતું હતું પરંતુ દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી, ત્યારે અમારું રસોડું દર્દીઓની સંખ્યા અને ગુણવત્તાયુક્ત આહાર આપવા સક્ષમ ન હતું જ્યારે ધ ફર્ન રેસિડેન્સી દ્વારા તમામ દર્દીઓ તરમજ નર્સિંગ સ્ટાફ માટે આશરે એક મહિના સુધી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. જે સમયગાળા દરમિયાન અમે કઈ સંસ્થાને ભોજનનો કોન્ટ્રેકટ આપી શકાય તેની શોધમાં હતા પરંતુ લોક ડાઉન હોવાથી કોઈ પણ સંસ્થા પાસે કુશળ રસોઈયા ન હતા જે બાદ અમે હોટેલની શોધમાં હતા જે ગાળા દરમિયાન અમને ધ ફર્ન રેસિડેન્સીના ભાવ મળ્યા જે તમામ હોટેલની સાપેક્ષે નીચા હતા જેથી આ કોન્ટ્રાકટ ધ ફર્ન રેસિડેન્સીને આપવામાં આવ્યો. તેમણે અગાઉના ભોજન ખર્ચ અને હાલના ખર્ચ વિશે જણાવતાં કહ્યું હતું કે અગાઉ જ્યારે દર્દીઓની સંખ્યા મર્યાદિત હતી અને ભોજનમાં પણ મર્યાદિત વસ્તુઓ જ આપવામાં આવતી હતી ત્યારે એક મહિનાનો ખર્ચ આશરે ૧૫ લાખ આવતો હતો હાલ અમે દર્દીઓને વધુમાં વધુ આઈટમ સાથે ભોજન પીરસીએ છે તેમજ અગાઉ ફક્ત બે વાર ભોજન આપવામાં આવતું હતું પરંતુ હાલ પાંચ વાર ભોજન પીરસવામાં આવે છે જેનો પ્રતિ દર્દી ખર્ચ રૂપિયા ૨૩૦ + ટેક્સ આવે છે જે સાપેક્ષે કોઈ વધુ ખર્ચ ગણી શકાય નહીં ઉપરાંત જે આહાર હાલ દર્દીઓને પીરસવામાં આવે છે તેની ગુણવત્તાની ચકાસણી હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવે છે તેઓ જાતે જ આહારને ચાખીને તપાસ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટ ધ ફર્ન રેસિડેન્સીને આપવામાં આવ્યો છે અને જે ભાવ મંજુર કરવામાં આવ્યો છે તે જિલ્લા કલેકટર કચેરી દ્વારા મંજુર થયેલા ભાવને આધીન જ મંજુર કરવામાં આવ્યો છે તેમજ અમારી સામુહિક કમિટીએ આ નિર્ણય લીધો છે તેમજ આ અંગે ઓલ ઇન્ડિયા લેવલે ટેન્ડર પણ રજુ કરવામાં આવ્યો છે જેથી કોઈ જ જાતની સમસ્યા કોઈને હોવી જોઈએ નહીં.

આહારનું પેકીંગ કરી દર્દીઓ સુધી બેક્ટેરિયામુક્ત ભોજન પહોંચાડવામાં આવે છે: હીમાંશુભાઈ (કિચન ઇન્ચાર્જ)

103

આ વિશે સિવિલ હોસ્પિટલ ખાતેના કિચન ઇન્ચાર્જ હીમાંશુભાઈએ જણાવ્યું હતું કે અમારા તમામ કર્મચારીઓ તમામ પ્રકારના સેફટી મેઝરમેન્ટનું પાલન કરે છે, કિચનને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવામાં આવે છે તેમજ દર્દીઓને હાઈજીનીક ફૂડ જ પીરસવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અગાઉ હોસ્પિટલ ખાતે સ્પૂન સિસ્ટમ થી ભોજન પીરસવામાં આવતું હતું જેથી કોઈ પણ વોર્ડમાં આહારમાં બેક્ટેરિયા ફેલાવવાનો ભય રહે છે પરંતુ હવે અમે સંપૂર્ણ રીતે આહારને ગરમ પેક કરીને દર્દી સુધી ગરમા ગરમ પહોંચાડવામાં આવે ચબે જેથી બેક્ટેરિયાગ્રસ્ત થવાની કોઈ શક્યતા રહેતી નથી. તેમણે જણાવ્યું હતું કે અમે હોસ્પિટલ ખાતે દર્દીઓને દિવસમાં પાંચ વાર દર્દીઓને સાત્વિક અને પૌષ્ટિક આહાર આપીએ છીએ તેમજ તમામ પ્રકારની સાવચેતીનું ધ્યાન રાખવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ અમે તમામ વોર્ડના દર્દીઓ માટે અલગ અલગ પ્રકારના પાર્સલ પેક કરીને પહોંચડીએ છીએ તેમજ જે દર્દીઓને તબીબો દ્વારા ફક્ત લિકવિડ લેવાની સલાહ આપવામાં આવી હોય તેમના માટે મગનું પાણી, ભાતનું પાણી અલગથી આપવામાં આવે છે તો તમામ દર્દીઓ માટે સુઘડ વ્યવસ્થા બનાવવામાં આવી છે.

અમારા પરિજનો માટે પોષણક્ષમ આહાર પીરસે છે સિવિલ હોસ્પિટલ: નરેન્દ્રગીરી (દર્દીના પરિજન)

 

હોસ્પિટલ ખાતે પીરસવામાં આવતા ભોજન વિશે દર્દીના પરિજન નરેન્દ્રગીરીએ જણાવ્યું હતું કે અમારા પરિજન અહીં હોસ્પિટલ ખાતે ગત ૧૫ દિવસથી દાખલ છે જેમના ભોજન માટે અમે પ્રારંભિક ધોરણે ટીફીન લઈ આવવાનું વિચારી રહ્યા હતા પરંતુ ફક્ત એક વાર અમારા પરિજનને જ્યારે અહીંથી જે ભોજન આપવામાં આવ્યું તે જોઈને અમને લાગી આવ્યું કે આ ભોજન હોસ્પિટલનું નહીં પણ હોટેલનું છે તેમાં પણ સંપૂર્ણપણે સાત્વિક અને શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે જે ખૂબ જ સરાહનીય બાબત છે. જે બદલ હું સિવિલ હોસ્પિટલ તંત્રનો આભાર વ્યક્ત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.