Abtak Media Google News

ગ્રાહક ખેચી જવા બાબતે બંને પક્ષ સામસામે છરી – ધોકા વડે તૂટી પડ્યા

જ્યુબેલિમાં નાગરિક બેંક પાસે બે ફ્રુટના ધંધાર્થીઓ વચ્ચે મારામારી થતા સામસામે છરી અને ધોકા વડે તૂટી પડતા હતા. જેમાં સવારના પ્હોરમાં અથડામણ થતા બજારમાં દોડધામ મચી ગઈ હતી. તો બીજી તરફ બંને પક્ષે પિતા – પુત્ર સહિત પાચ ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જ્યુબીલી તાર ઓફિસ પાસે રહેતાં હનીફભાઇ આમદભાઇ સાકરીયા (ઉ.વ.૫૮) તથા તેમનો પુત્ર ઇરફાન હનીફભાઇ સાકરીયા (ઉ.વ.૨૭) સવારે સાતેક વાગ્યે નાગરિક બેંક પાસે ફ્રૂટ વેંચવા ઉભા હતાં ત્યારે અન્ય ફ્રુટના ધંધાર્થીઓ હનીફભાઇ, દાનીસ, અફઝલ તથા ત્રણ અજાણ્યાએ છરી-ધોકાથી હુમલો કર્યાનું જણાવતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

તો સામા પક્ષે હનીફભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ.૬૫), દાનીસ હનીફભાઇ શેખ (ઉ.વ.૨૫) અને હનીફભાઇ આમદભાઇ ચંદા (ઉ.વ.૨૫) ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમના કહેવા મુજબ પોતે ઢેબર રોડ વન વે પાસે ફ્રુટ વેંચવા ઉભા હોઇ હનીફભાઇ, ઇરફાન સહિતે છરીથી હુમલો કર્યો હતો. જેમાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે એ-ડિવીઝનને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. ભાવેશભાઇએ બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા પિતા-પુત્રએ જણાવ્યું હતું કે પોતાની લારીએ ફ્રુટના ગ્રાહકો વધુ આવતાં હોઇ તેને ખેંચી જવા મામલે સામેના દાનીસ, હનીફભાઇ સહિતના સાથે બોલાચાલી થતાં હુમલો થયો હતો. સવારના પ્હોરમાં ફ્રુટ બજારમાં બઘડાટી બોલી જતાં નાસભાગ મચી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.