Abtak Media Google News
  • પોલીસ પર હુમલો કરનાર 18 લોકો સામે ફરિયાદ નોંધાય: ડી.વાય.એસ.પી. હિમાંશુ દોશીએ ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો
  • સીટી પીઆઇ સહિત કાફલાએ દેશી દારૂની રેડ પાડી બુટલેગરોને પકડ્યા ત્યાં ટોળું પોલીસ જાપ્તામાંથી બુટલેગરને છોડાવી ગયું

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે.

Advertisement

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોય ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોવાના પગલે દેશી દારૂ વેચાણ ઉપર સિટી પોલીસ સતત દરોડા પાડી રહી છે અને કાર્યવાહી પણ હાથ ધરી રહી છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ ગઈકાલે જે બનાવ બન્યો તે પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા કરી રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ નવા જકશન રોડ ઉપર આવેલ ડી કેબીન પાસે દારૂ વેચાણ અંગે દરોડા પાડવા ગઈ હતી તે દરમિયાન પોલીસ દ્વારા દારૂનો જથ્થો અને બુટલેગરને ઝડપી પાડવામાં આવી હતી ત્યારે મહિલા બુટલેગરને ઝડપી લઇ અને કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી હતી તે દરમિયાન સામેથી આવેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો.

ત્યારે આ મામલે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમડી ચૌધરી તથા તેમની સાથે રહેલા સ્ટાફને ઇજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગર સીટી પોલીસમાં ફરજ બજાવતા 07 કર્મચારીઓને નાની મોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીએ છે કે આ મામલે પોલીસ ફરિયાદ પણ મધરાત્રીએ દાખલ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે ઘટનાને લઇ અને સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જો કે 18 જણાના ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જેમાં બુટલેગરને પોલીસ ઝાપટામાંથી લઈ અને આ ટોળું નાસી છૂટ્યું હતું પરંતુ આજ મામલે તપાસ કામગીરી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા સીટી પોલીસે મહિલા બુટલેગર તેમજ હુમલો કરનારાઓ ની અટકાયત કરવામાં આવી છે અને આ મામલે ફરજ રૂકાવટ નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે હાલની પરિસ્થિતિ મુજબ દેશી દારૂ વેચાણ ઉપર સિટી પોલીસ દરોડા પાડી રહી છે પરંતુ તે છતાં પણ શહેરી વિસ્તારમાં બેફામ દેશી દારૂનું વેચાણ થતી હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ ઉપર થતા હુમલા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ચૂક્યા છે.

હુમલો કરનાર 12ની અટકાયત, 6ની શોધખોળ

સુરેન્દ્રનગર નવા જકશન રોડ ઉપર આવેલ ડી કેબિન નજીક દેશી દારૂના વેચાણ ઉપર સીટી પોલીસ દરોડા પાડવા ગઈ હતી તે દરમિયાન પીઆઇ સહિતના સ્ટાફ ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી પણ સીટી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી બહાર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. અને બુટલેગર ખાતે ફતેમાં ની પણ અટકાયત કરવામાં આવી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ સ્ટેશનમાં લાવી અને મધરાત્રીએ શબક પણ શીખવાડવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.