જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ, એક આતંકી ઢાર મરાયો

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકેરનાગ વિસ્તારના વેલુમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે હુમલો થયો. IGP કાશ્મીરએ ANIને અહેવાલ આપતા કહ્યું છે કે, “હુમલામાં ત્રણ આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે.” આ હુમલા વિશે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદીઓનો ખાતમો કરવામાં લાગી છે. રવિવારે LOC નજીક સટે પૂંછ વિસ્તારમાં પોલીસ અને સેનાએ મળીને આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી. અહીં મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટો આતંકી હુમલો નિષ્ફળ કર્યો હતો. સુરક્ષા દળોએ પૂંછ વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણામાંથી 19 હેન્ડ ગ્રેનેડ પકડીયો હતો.


આ અગાઉ ગત મહિને જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘સુરક્ષાદળોએ આતંકવાદીઓની બાતમી મળતાં જીપોરા વિસ્તારમાં શોધખોળ અને ઘેરબંદી સાથે ઓપરેશન હાથ ધર્યું હતું.’

તેમણે કહ્યું કે, ‘આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને સૈનિકોએ વળતો જવાબ રૂપે ગોળીબારી કરી હતી. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. તેમાં બે આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે.’