Abtak Media Google News
  • જામકંડોરણામાં પત્નીના પ્રેમીની ધોલાઇ કરતો પતિ: પીપળીયા  ગામે ઘર પાસે બેસવા બાબતે પરિવાર પર હુમલો

Rajkot News

Advertisement

રાજકોટમાં નજીવી બાબતે બે સ્થળોએ મારા મારીના બનાવો નોંધાયા છે. જેમાં જામકંડોરણા ગામે પત્નીના પ્રેમીની ધોલાઇ  કરી છે જયારે પીપળીયા ગામે ઘર પાસે બેસવા બાબતે પરિવાર પર હુમલો કર્યો છે.

જામકંડોરણાના મોજ ખીજડીયા ગામે રહેતો યુવાન જામનગરમાં માતાની સારવાર માટે ગયો હતો ત્યારે પાડોશમાં રહેતી બે સંતાનોની માતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો જે પ્રેમ પ્રકરણની પરિણીતાના પતિને જાણ થતા પતિ સહિતના શખ્સોએ મોજ ખીજડીયા ગામે ધસી આવી પત્નીના પ્રેમી ઉપર હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણાના મોજ ખીજડીયા ગામે રહેતા દર્શન સુરેશભાઈ વાઘેલા નામનો 24 વર્ષનો યુવાન તારીખ 16 ના રોજ બપોરના અઢી વાગ્યાના સમયે પોતાના ઘરે હતો. ત્યારે અનિલ ઉર્ફે અનો સહિતના શખ્સો ધારીયા અને તલવાર જેવા હથિયાર સાથે ધસી આવ્યા હતા અને દર્શન વાઘેલા ઉપર હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા દર્શન વાઘેલાને તાત્કાલિક સારવાર માટે ઉપલેટા અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં દર્શન વાઘેલાની માતા વનીતાબેન વાઘેલા જામનગર રહે છે અને તેઓ પડી ગયા હતા ત્યારે દર્શન વાઘેલા માતાની સેવા કરવા થોડા દિવસ જામનગર ગયો હતો ત્યારે પાડોશમાં રહેતી બે સંતાનોની માતા કોમલબેન દીપકભાઈ વાઘેલા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ થયો હતો અને કોમલબેન વાઘેલાના પતિને પ્રેમપ્રકરણની જાણ થતા પતિ સહિતના શખ્સો મોજ ખીજડીયા ગામે ધસી આવ્યા હતા અને પત્નીના પ્રેમી દર્શન વાઘેલા ઉપર હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે ત્રણ વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતનો ખાર રાખી જાન જોવા ઉભેલા પરિવારે ગાળો દેવાની ના પાડતા યુવતી સહિત ચાર ઉપર 10 જેટલા શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના સડક પીપળીયા ગામે રહેતા નરેશભાઈ કિશોરભાઈ દાફડા (ઉ.વ.38), વિભૂતિબેન રાણાભાઇ દાફડા (ઉ.વ.22), હિરાબેન રાણાભાઇ દાફડા (ઉ.વ.56) અને શાંતાબેન મહેશભાઈ બગડા (ઉ.વ.45) પોતાના ઘર પાસે હતા ત્યારે રાત્રીના અરસામાં આશિષ, લાલા, પંકજ દેવશી, ધીરુ મકવાણા, મુકેશ અને ગૌરવ સોલંકી સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ત્રણ વર્ષ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે હુમલાખોર પંકજ દેવશીની સામે નરેશભાઈ બે મતે હારી ગયા હતા તે ચૂંટણીની ચાલતી અદાવતનો ખાર રાખી બે દિવસ પૂર્વે ઇજાગ્રસ્તો પાડોશમાં જાન જોતા હતા તે દરમિયાન હુમલાખોર શખ્સો ગાળો બોલતા હતા તેથી નરેશભાઈએ ગાળો દેવાની ના પાડતા હુમલાખોર શખ્સોએ ગાડી નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.