Abtak Media Google News

બી.સી.આઈ. અને હાઈકોર્ટ દ્વારા લેવાનારી પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન સેમિનાર

ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન દ્નારા  વકિલો, લો-સ્ટુડન્ટસ વિગેરેને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા  આશય અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા એઆઈબીઈની આગામી તા.05-02-2023ના રોજ લેવામાં આવનાર અને આગામી સમયમાં સિવીલ જજ વિગેરેની વિવિધ હાઈકોર્ટો દ્રારા લેવામાં આવનાર પરિક્ષાઓની તૈયારી માટેનાં માર્ગદર્શન માટેનાં કલાસિસ એ.ડી.આર. ભવન, ડિસ્ટ્રિકટ કોર્ટ કમ્પાઉન્ડ,   ખાતે ચાલુ કરવામાં આવ્યા છે.

આ કલાસિસમાં ભારતિય બંધારણ-1950, ફોજદારી કાર્યરિતી સંહિતા-1903, સિવીલ પ્રોસિઝર કોડ-1860, ઈન્ડિયન પિનલ કોડ-1860, ભારતિય પુરાવા અધિનિયમ-1872, ફેમીલી લો, ભારતિય કરાર અધિનિયમ-1872, સ્પેસિફીક રીલીફ એકટ-1863, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટ-1882, નેગોશિયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટ-1872, મોટ2 વહિકલ એકટ, પ્રોફેશ્નલ એથીકસ, એ.ડી.આર., આર્બિટ્રેશન એકટ, પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન, સાઈબર લો, ઈન્ટેકયુચલ પ્રોપર્ટી લો, કંપની લો વિગેરે કાયદાઓ પૈકી સમયમર્યાદામાં શકય તમામ મહત્વના વિષયો પર આ પરિક્ષાઓની તૈયારી કરતા પરિક્ષાર્થીઓને યોગ્ય, જરૂ2ી અને સમયસર પુરતું માર્ગદર્શન મળી 2હે તે માટેના કલાસિસ શરૂ ક2વામાં આવેલ છે.

આ કલાસિસ ચલાવવા ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનની સમગ્ર ટિમ ખુબ જ જહેમત ઉઠાવી રહી હોવાનું ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.