Abtak Media Google News

નવરાત્રીની તડામાર તૈયારીઓ: પ્રાચિન અને અર્વાચીન સ્ટેપ્સના મિશ્રણથી યુવાધન ડોલશે

દુનિયામાં સૌથી લાંબો નૃત્ય પર્વ એટલે નવરાત્રી. ગુજરાતીઓની ઓળખાણ સમાન બની ગયેલા નવરાત્રી પર્વ વિશ્વભરમાં ગુજરાતીઓ ધામધુમપૂર્વક ઉજવીને માં નવદુર્ગાની આરાધના કરે છેVlcsnap 2018 09 07 19H10M13S40ત્યારે રાજયભરમાં દર વર્ષે નવરાત્રીના પર્વ પહેલા પોતાની જાતને શારીરિક રીતે ચુસ્ત કરવા તથા અવનવા સ્ટેપ શીખવા માટે ખૈલેયાઓ દાંડીયારાસના કલાસીસોમાં જતા હોય છે અને ગરબાના અવનવા સ્ટેપ્સ શીખતા હોય છે.4 5અબતક સાથેની વાતચીત દરમિયાન જય બાલાજી ગ્રુપ દાંડિયારાસ કલાસીસના અંકિત ચાવડાએ જણાવ્યું કે, ૨૦૧૦થી નાગર બોર્ડીંગમાં દાંડીયા કલાસ ચલાવું છું. ૫ વર્ષથી માંડીને ૭૦ વર્ષ સુધીના સૌ કોઈ ગરબા શિખવા અહીંયા આવે છે તે નાના બાળકો વાત કરીએ તો તેને ગરબા શિખતા વધુ સમય લાગે છે.

કારણે અમુક બાળક વધુ કેચઅપ કરી શકતું હોય. અમુક બાળક ઓછુ કેચઅપ કરતુ હોય. દર વર્ષે ગરબાના નવા સ્ટેપ્સ આવતા હોય છે ત્યારે આ વખતે નવા સ્ટેપ્સમાં દાદીમાં મારું જે ગીત છે તેના પર લાવ્યો છું. કનૈયા એક મોરલીવાળા, વેસ્ટર્ન ટિટોળો વગેરે હું લઈ આવ્યો છું. વધુમાં જણાવ્યું કે, ૨૦૧૨થી પાયોનિયરમાં રમવા જાવ છું અને છેલ્લા ૪ વર્ષથી પાયોનિગર કિંગ બનું છું.

અમારા કલાસીસની ખાસીયત એ છે કે અમે કોમ્પીટીશન ગેઈમ જ રમાડીએ છીએ. વેસ્ટર્ન કોઈ નથી રમાડતા જે આપણે રાજકોટ-સૌરાષ્ટ્રની અંદર કલ્ચર છે. તે જ અમે શિખવાડી છીએ. વધુમાં કહ્યું કે અમારા કલાસીસના ઘણા બધા સ્ટુડન્ટસ પ્રિન્સ-પ્રિન્સેસ બન્યા છે. અમારા કલાસીસનો ટાઈમીંગ સાંજે ૪ થી રાત્રે ૯ બહેનો માટે અને ૯ થી ૧૧ ભાઈઓ માટેનો સમય છે. નવરાત્રી થોડા સમયમાં શરૂ થશે ત્યારે અમારા બધા કોમ્પીટીશન રમવાવાળાને અમે અત્યારથી તૈયારી કરાવીએ છીએ. છેલ્લા ત્રણ મહિનાથી અમે જોરશોરથી તૈયારી કરીએ છીએ.3 10અબતક સાથેની વાતચીત દરમિયાન ઈન્ફોબિટસ ડાન્સ એકેડેમીના કૃતિક સવજયાણીએ જણાવ્યું કે અમે ડાન્સ સાથે ગરબા પણ શિખાવડીએ છીએ. દાંડિયા અને ઘણા સમયથી શિખાવાડીએ છીએ પરંતુ મારા પોતાના દાંડિયા કલાસ આ વખતથી જ શરૂ કર્યા. અમારે ત્યાં ગરબા શિખવા માટે નાના છોકરાથી લઈને મોટા બધા છોકરા-છોકરીઓ લેડીઝ, જેન્ટસ બધા આવે છે. દર વર્ષે નવા સ્ટેપ્સ આવતા હોય છે. જેમ કે આ વખતે દસ દાંડિયા વગેરે નવા સ્ટેપ્સ છે. વધુમાં જણાવ્યું કે, જનરલી બધા રેન્ક માટે જ રમતા હોય છે પરંતુ દાંડિયા એક એવી વસ્તુ છે કે આપણો મુળ ફ્રેશ કરી નાખીએ અને આનંદ માટે રમવું જોઈએ.2 13અબતક સાથેની વાતચીત દરમિયાન કે.ડી.ડાન્સ એકેડમીના રાજા દર્શનએ જણાવ્યું કે, હું છેલ્લા ૫ વર્ષથી ડાન્સ અને ગરબા શિખવાડું છું. અમારા કલાસમાં ૫ વર્ષથી શરૂ થઈને મોટી ઉંમરના બધાને ગરબા શિખવાડવામાં આવે છે. ગરબામાં દર વર્ષે નવા સ્ટેપ્સ આવતા હોય છે ત્યારે આ વખતે સાલસા અને લેટેસ્ટ ફ્રી સ્ટાઈલ આવ્યું છે.

અમારા કલાસ સાંજે ૪ વાગ્યાથી શરૂ થઈને ૧૧ વાગ્યા સુધી ચાલુ હોય છે. નાના બાળકોને લચક આવતા શીખતા ૩ થી ૪ મહિના થાય અને મોટા હોય તો તેને ૨ મહિનામાં આવડી જાય છે. જેને સાવ પગ ઉપાડતા જ નથી આવડતું હોય તેને આપણે ૩ મહિનામાં શિખવાડી આપીએ છીએ તે પણ ગેરેન્ટી સાથે દાંડીયાને લઈ વાત કરીએ તો દાંડિયા કલાસમાં દાંડીયા શિખવા શા માટે આવે છે.

બધાને અત્યારે પ્રિન્સ-પ્રિન્સેસ બનવું હોય છે. બધા તેજ ઈન્ટેનશનથી આવે છે. બીજાએ પ્રિન્સ અને પ્રિન્સેસ હું બધાને તે કહેવા માંગુ છું કે તે ઈરાદાથી ન રમો તમે દિલથી રમશોને તો પ્રિન્સ અને પ્રિન્સેસ બની જ જશો.5 3અબતક સાથેની વાતચીત દરમિયાન જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપનીના સંદિપ ચૌહાણે જણાવ્યું કે હું છેલ્લા ૭ વર્ષથી ગરબાની ટ્રેઈનીંગ આપું છું. અમારા કલાસમાં ૩ વર્ષની ઉંમરના બાળકોથી લઈને મોટા સૌ કોઈને ગરબા શિખવાડીએ છીએ. અમારા કલાસીસનો ટાઈમ ૭ થી ૧૨ સુધી શીખવાડવામાં આવે છે. હું અહિંયાથી જ અમારી એકેડમીમાંથી જ શિખ્યો હતો. જયદિપ ટિમાનિયા જે અમારા ગુરુ પાસેથી શિખ્યો હતો હું તેમનો આસિસ્ટન્ટ છું. આ વખતે અમે નવરાત્રીમાં સુરભીમાં રમવા જવાના છીએ.1 20અબતક સાથેની વાતચીત દરમિયાન ફાસ્ટ ફોરવર્ડ ડાન્સ એકેડમીના ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા ૮ વર્ષથી ડાન્સ અને ગરબા શિખવાડવામાં આવે છે. અમારા કલાસીસમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ગરબા શિખવા માટે આવે છે. સાંજે ૭ થી ૮ નાના બાળકો અને મહિલાઓને શિખવાડવામાં આવે છે અને ત્યારબાદ મોટા છોકરાઓને શિખવાડવામાં આવે છે. હું બામ્બુ બિટસમાં મારા ગ્રુપ સાથે ગરબા રમવા જાવ છું. વધુમાં જણાવ્યું કે જો કોઈ નવા વિદ્યાર્થી આવે તો તેને બેઈઝીકથી શિખવાડીએ છે જો કોઈને થોડુ ઘણું આવડતું હોય તો તેને તે રીતે શીખવાડીએ છીએ.7 2અબતક સાથેની વાતચીત દરમિયાન મિશા કંટેશરીયાએ જણાવ્યું કે તે ફાસ્ટ ફોરવર્ડમાં ગરબા શિખવા આવે છે તે એક મહિનાથી ગરબા શિખે છે, મને એક મહિનામાં રંગીલો, ટીટોલો, ફેન્સી પંચીયો, ગોપાલન, સીકસ, ચોર સ્ટેપ વગેરે શિખી છું. હું દરરોજ કલાસમાં એક કલાક શિખુ છું અને ઘેર જઈને પણ તેની પ્રેકટીસ કરુ છું. હું અમારી ઓસ્કાર સિટીમાં જ નવરાત્રીમાં રમીશ. હું નવરાત્રીને લઈને ખુબ જ ઉત્સાહી છું. મારા બધા ફ્રેન્ડસ સાથે મળીને ગરબાની મજા માણીશું.6 3અબતક સાથેની વાતચીત દરમિયાન બ્લેક ધ ડાન્સ ડોરના લોચન પારેખે જણાવ્યું કે હું છેલ્લા ૩ વર્ષથી ગરબા શિખવાડું છું. નોમર્લી નવરાત્રી આવે તે પહેલાના બે મહિના અગાઉ ગરબા શિખવાડું છું. મારા કલાસમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ગરબા શિખવા આવે છે.

અમારા કલાસીસની ખાસિયત એ છે કે બેઈઝીકથી શિખવાડું છું અને સાથે વેસ્ટર્ન શિખવાડું છું તે બે જ વસ્તુ શિખવાડવાનું કારણ એ છે કે તે કયાંય પણ રમવા જાય તો આ બે જ વસ્તુ નોર્મલી બધા રમતા હોય નાના બાળકોની વાત કરીએ તો તેને બહુ ઉત્સાહ હોય છે.

ગરબા શિખવાનો દર વર્ષે નવા નવા સ્ટેપ્સ આવતા હોય ગયા વર્ષે સાલસા હતું. આ વખતે સાલસાનો બિજો પાર્ટ, બાકી હું મારી રીતે કાર્યોગ્રાફ કરીને શિખવુ છું. હું પહેલા લીયોલાયન્સમાં રમવા જતી ત્યાં સેક્ધડ પ્રિન્સેસ થઈ છું. વધુમાં જણાવ્યું કે હું એમ કહીશ કે નવરાત્રી તો લોકો આનંદ માટે રમતા હોય છે. કારણકે ઘણા લોકો એવા હોય છે જે વિનર થવા માટે રમતા નથી તો હું એમ કહીશ કે એન્જોયમેન્ટમાં જ રમવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.